ચાર દિવસનું અલ્ટીમેટમ:અંજારના જૂની દુધઈના લોકો પાણી મુદ્દે હવે કંટાળ્યા, ચાર દિવસમાં સમસ્યા હલ નહીં થાય તો કલેક્ટર કચેરીએ હોબાળો કરશે

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક વખતની રજૂઆત છતાં નિરાકરણ લવાતું ના હોવાનો વોર્ડ નંબર 9ના સ્થાનિકોનો આરોપ

અંજારના જૂની દુધઈ ગામના વોર્ડ 9માં રહેવાસીઓને પીવાના પાણીની સમસ્યાથી હાલાકી ભોગવવી પડી રહી રહ્યાની બૂમ ઉઠી છે. સ્થાનિકોને પીવાના પાણીની સમસ્યા સતાવી રહી છે. ત્યારે વોર્ડ નંબર 9માં પાણી પુરતા પ્રમાણમાં ન મળતા જૂની દુધઈ વોર્ડ નંબર 9 લોકોએ ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી અને દુધઇ ગ્રામ પંચાયત સરપંચને પાણી બાબતે ફરીવાર રજૂઆત કરાઈ હતી. પરંતુ હજુ સુધી પાણી સમસ્યાનું નિરાકરણ લવાયું નથી.

પાણી સમસ્યા નિવારવા માટે વોર્ડ નંબર 9ના લોકો દ્વારા પંચાયતમાં ઉગ્ર વિરોધ કરાયો હતો અને તલાટીએ 3થી 4 દિવસમા પાણી મળી રહેશે તેવી તેવી બાંહેધરી લોકોને આપી હતી. આ વિશે લોકોએ જણાવ્યું હતું કે, જો 3થી 4 દિવસમાં પાણી બાબતે ગ્રામ પંચાયત દ્વારા નિરાકરણ નહીં લવાય તો ભુજ કલેકટર કચેરી સામે ઉપવાસ પર ઉતરવાની ફરજ પડશે એવી ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...