ચોરી:કોટડા (ચ)માં તેલ,સાબુ, રોકડા મળી 55 હજારના માલની તસ્કરી

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારી નડી હોય તેમ રૂ.42 હજારનું તો તેલ ચોરાયું
  • શેરડીમાં રસક્સની દુકાનમાં થયેલી ચોરી સાથે સામ્યતા જણાઈ આવી

તાલુકાના કોટડા-જાબુંડી રોડ પર કોટડા ગામમા આવેલી ભાવેશ ટ્રેડર્સ નામની દુકાનમાંથી ચોરી થયાની પખવાડિયા જૂની ઘટનામાં પધ્ધર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.વેપારી માધાપરના ધીરભાઈ દીપકભાઈ ઠક્કરે જણાવ્યું કે,ગત 27 તારીખે તેમની દુકાનના તાળા તોડીને ઘુસી આવેલા શખ્સો ગલ્લામાંથી રોકડા રૂ.8600 તેમજ તેલના 14 ડબ્બા કિં. રૂ.35,860 તેમજ 4 કાર્ટૂન કિ. રૂ.6700 અને નિરમા સાબુની 7 પેટી કિંમત 3675 મળી કુલ રૂ.54,835ના મુદામાલની ચોરી કરી ગયા હતા.

કેમેરા ચકાસતા સ્વીફ્ટ કારમાં આવેલા 2 ઈસમો ચોરી કરીને કોટડા ગામમાંથી બહાર ગયા હોવાનું જણાઇ આવતા ફરિયાદ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં માંડવી તાલુકાના શેરડી ગામે રસક્સની દુકાનમાંથી 27 હજારનો સામાન ચોરાઈ ગયો હતો તે સમયે સ્વીફ્ટ ગાડીમા આવેલા 2 શખ્સો કેમેરામાં કેદ થયા હતા ત્યારે આ ઘટનામાં પણ તેવી જ મોડ્સ ઓપરેન્ડી જણાઈ આવતા સ્વીફ્ટને શોધવા પગેરું દબાવવામાં આવ્યું છે.મહ્ત્વની વાત એ છે કે,હાલમાં તેલના ભાવ આસમાને છે ત્યારે તસ્કરો તેની પણ ચોરી કરવા લાગ્યા છે.

મોખાણામાં રાજબાઇ મંદિર પાસે બાઇક હંકારી જવાઈ
ગત તા. 10 ના બપોરે 2:45 વાગ્યાના અરસામાં મોખાણા ગામે આવેલ રાજબાઇ માતાજી મંદિર નજીક તબેલા પાસેથી અજાણ્યા ઈસમે બાઈકની તસ્કરી કરી હતી.આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી ફૂટેજમાં કેદ થઈ હતી.અલબત્ત આ બાબતે પધ્ધર પોલીસને પુછતા મોડે સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...