વિશેષ મોકડ્રીલ:નૂતન સ્વામિ. મંદિર સંધ્યા આરતી પછી ધડાકાઓના અવાજથી ગાજી ઉઠ્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીના 150 સ્પેશિયલ સશસ્ત્ર કમાન્ડો અને સ્થાનિક પોલીસે યોજી વિશેષ મોકડ્રીલ
  • દિલધડક મોકડ્રીલમા મંદિર પર હુમલો કરવા ઘુસેલા આંતકવાદી ઠાર મરાયા

દર્શનાર્થીઓની ભીડથી ધમધમતા રહેતા શહેરના નૂતન સ્વામિનારાયણ મંદિરમાં ગુરુવારે સુરજ ઢળતા જ ગોળીબાર જેવા અવાજોથી ગાજી ઉઠ્યું હતું. પોલીસે દિલધડક ઘટનાક્રમ પછી મંદિર પર હુમલો કરવા ઘૂસેલા આતંકીઓને ઠાર માર્યા હતા. અલબત આ સનસનીખેજ દ્રશ્યો પોલીસે દિલ્હીથી આવેલા એન.એસ.જી કમાન્ડો સાથે યોજેલી મોકડ્રીલ થકી સર્જાયા હતા.

નૂતન સ્વામિ. મંદિરમાં સંધ્યા આરતી પુરી થતાં જ ત્યાં મોટો પોલીસ કાફલો નેશનલ સિક્યુરીટી ગાર્ડ (એનએસજી)ના લગભગ 150સશસ્ત્ર કમાન્ડો સાથે ધસી આવ્યા હતા. સાધુઓ સિવાયના તમામ દર્શનાર્થીઓને ફટાફટ મંદિર પરિસરથી બહાર કાઢ્યા હતા. પોલીસે બહુમાળી ભવનથી ધીંગેશ્વર મંદિર સુધીના સળંગ માર્ગને બન્ને તરફથી બંધ કરી નાખ્યો હતો.

આ વિશેષ ડ્રાઇવ હેઠળ કમાન્ડો અને પોલીસ જવાનો મંદિરમાં હુમલાના ઇરાદે ઘુસેલા કથિત આંતકવાદીઓને પકડી પાડવા ટીયરગેસના સેલ છોડતાં આખો વિસ્તાર ગોળીબાર જેવા અવાજોથી ગાજી ઉઠ્યો હતો. પોલીસની આ સ્પેશિયલ મોકડ્રીલ મધરાતે મોડે સુધી ચાલી હતી. મંદિરના મુખ્ય દ્વાર સહિતના દરવાજા સંપૂર્ણ કરી દેવાયા હતા.

તો સ્વામિ મંદિરવાળા સમગ્ર રોડ પર આડશો રાખી બંધ કરી દેવાતાં ત્યાંથી પસાર થનારા વાહનનો અન્ય માર્ગ વાળી દેવાયા હતા. બીજી બાજુ અને દર્શનાર્થીઓના વાહન મંદિર પરિસરમાં જ રહી ગયા હતા. મોકડ્રીલ ઔપચારિકના બદલે ખરેખર આતંકી ઘટના બની હોય એવી દિલધડક બની રહી હતી. આ ઘટના રાત્રે શહેરમાં ભારે ચર્ચાનો વિષય બની હતી. જોકે, એક પણ પોલીસ અધિકારી મોબાઇલ પર અવેલેબલ ન હોવાથી સત્તાવાર કોઇ જ વિગતો બહાર આવી ન હતી.

કમાન્ડો દિલ્હીના માનસરથી આવ્યા
પોલીસના આ ઓપરેશન માટે દિલ્હીના માનસરથી એનએસજીના લગભગ 150 બ્લેક કમાન્ડો અદ્યતન શસ્ત્રો સાથે ખાસ ભુજ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

કમાન્ડો દિલ્હીના માનસરથી આવ્યા
પોલીસના આ ઓપરેશન માટે દિલ્હીના માનસરથી એનએસજીના બ્લેક કમાન્ડો અધતન શસ્ત્રો સાથે ખાસ ભુજ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અક્ષરધામ મંદિરની યાદ તાજી થઇ
ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરની મોકડ્રીલ થકી 20 વર્ષ પૂર્વે ગાંધીનગરના બાપ્સ સંચાલિત અક્ષરધામ સ્વામિ મંદિરમાં થયેલા ખરેખરા આતંકવાદી હુમલાની ગોઝારી યાદ તાજી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...