20 ફૂટ ઊંચો પાણીનો ફૂવારો ઉડ્યો:અંજારના સાપેડા પાસે મુખ્ય પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાતા અસંખ્ય લીટર પાણી વેડફાયું

ભુજએક મહિનો પહેલા
  • GWIL દ્વારા પાણીની લાઈનનું સમારકામ હાથ ધર્યું

કચ્છના વિવિધ વિસ્તારોમાં સમયાંતરે પાણીની મુખ્ય પાઇપલાઈનમાં ભંગાણ સર્જાતું રહે છે. જેના કારણે અસંખ્ય લીટર પાણી વેડફાઈ જતું હોય છે. આજે પણ આજ પ્રકારની ઘટના અંજાર તાલુકાના સાપેડા પાસે બની હોવાનું સામે આવ્યું છે. જેમાં પ્રેસર સાથે ખેતરમાં ઉડતા પાણીથી આસપાસના વિસ્તારમાં પાણીના ધોધ વહી નીકળ્યા છે. જોકે GWIL દ્વારા હાલ પાણીનું વહન અટકાવી પાઇપ લાઈનનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

અંજારના સાપેડા પાસે નર્મદા પાણીનું વહન કરતી GWIL (Gujarat Water Infrastructure Limited) મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાથી વધુ પાણી ના વેડફાય તે માટે સંબધિત તંત્ર દ્વારા તાકીદે ઘટનસ્થળે પહોંચી સમારકામ હાથ ધરવામાં આવ્યું હોવાનું મુકેશ અંતરોળિયાંએ જણાવ્યું હતું. રાત્રી સુધીમાં કામ પૂરું થઈ જવાથી પાણી વિતરણ પર ખાસ અસર નહિ પડે તેવું તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...