કાર્યવાહી:હવે ઢીંઢ અને દુર્ગાપુરમાંથી ચોખાના જંગી જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક મહિનાથી ભારે ગાજેલા માંડવીના કોડાયના ઘઉંકાંડ બાદ
  • 3.41 લાખની આધાર પૂરાવા વિનાની ચોખાની 253 બોરી માંડવી પોલીસે હસ્તગત કરી

છેલ્લા એક મહિનાથી ભારે ગાજેલા કોડાયના ઘઉંકાંડમાં તોડને લઇને માંડવીના પીએસઆઇ, આર.સી. ગોહિલ સહિત પાંચ કર્મચારીઓની બદલી અને સસ્પેન્શન કરાયા બાદ હરકતમાં આવેલી પોલીસે સરકારી અનાજની કાળા બજારી કરતા તત્વો પર ઘોંસ બોવી છે. શુક્રવારે રાત્ર માંડવી પોલીસે ઢીંઢ ગામે અને દુર્ગાપુરમાં મધરાત્રે દરોડો પાડીને બે શખ્સોને ગેરકાયદે આધાર પુરાવા વીનાના સરકારી ચોખાની 253 બોરી કિંમત રૂપિયા 3 લાખ 41 હજાર 550ના જ્થ્થા સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી બે મોબાઇલ પણ કબજે કરીને કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માંડવી પોલીસે બાતમીના આધારે ઢીંઢ ગામે મસ્જીદ ચોકમાં આવેલ શોપીંગ સેન્ટરની દુકાનમાંથી ઇકબાલ ઓસમાણ સુમરા (ઉ.વ.40)ને ગેરકાયદે આધાર વીનાના 155ચોખા બાચકા કિલો 6,975 કિંમત રૂપિયા 2,09,250 સાથે ઝડપી લીધો હતો. આરોપીની પુછપરછમાં આ ચોખાનો જથ્થો દુર્ગાપુર ગામમાં આવેલી ફ્લોર મિલની પાછળના વરંડામાંથી લઈ આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેના પગલે પોલીસે દુર્ગાપુરની ફ્લોર મિલના વરંડામાં દરોડો પાડી રૂપિયા 1 લાખ 32 હજાર 300ની કિંમતના 4,410 કિલો ચોખાની 98 બોરી સાથે ફ્લોર મિલના માલિક રમેશનાથ સોમનાથ નાથબાવા (ઉ.વ. 29) રહે મેરાઉને પકડી લીધો હતો.

બન્ને આરોપીઓ પાસેથી ચોખા અંગેના કોઈ આધાર-પૂરાવા ન હોવાથી પોલીસે બન્ને પાસેથી બે મોબાઇલ કિંમત રૂપિયા 10 હજાર મળીને કુલે રૂપિયા 3,51,550નો મુદામાલ કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઈ એન.કે. રબારી, હેડ કોન્સ્ટેબલ વાલાભાઈ દાનાભાઈ, સંજયકુમાર માનસુંગભાઈ, લીલાભાઈ ખુમાભાઈ, દિલીપસિંહ ભરતસિંહ, ધર્મેન્દ્રસિંહ સોઢા, ભાર્ગવકુમાર નાનજીભાઇ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...