ધોરડો ખાતે રણોત્સવની લોકપ્રિયતા દર વર્ષે વધી રહી છે. જોકે ધોરડો સુધી પહોંચવા માટે કા પોતાનું વાહન હોવુ જોઇઅે અથવા પેકેજ બુક કરેલુ હોવુ જોઇઅે. તેવામાં હવે ધોરડો સુધી પહોંચવા અેક નવી સુવિધા ઉમેરાઇ છે. ભુજ અેરપોર્ટથી પ્રવાસીઅો માટે ચાર્ટર્ડ હેલિકોપ્ટરની સુવિધા ઉપલબ્ધ થઇ છે. એક ખાનગી એવિયેશન કંપની દ્વારા ધોરડો સફેદ રણથી ભુજ એરપોર્ટ સુધી ચાર્ટર્ડ સર્વિસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતની ખાનગી એવિયેશન કંપની વેસ્ટર્ન બર્ડ એવિયેશન સર્વિસ દ્વારા રણોત્સવમાં છેલ્લા ચાર વર્ષથી હેલિકોપ્ટર જોય રાઈડની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે ફરી આ નવી સેવાનું આકર્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આ માટે કંપની દ્વારા ધોરડો ખાતે બનાવાયેલ હેલિપેડ પર એક R66 હેલિકોપ્ટર મૂકવામાં આવ્યું છે, જેમાં પાઇલોટ ઉપરાંત એક સાથે ચાર પ્રવાસીઓ સફર માણી શકે છે. પ્રવાસીઓને ધોરડો સફેદ રણથી ભુજ એરપોર્ટ સુધીની ચાર્ટર્ડ સેવા પણ મળી રહે તેવી વ્યવસ્થા કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે.
સામાન્યપણે ભુજથી સફેદ રણ સુધીનો 90 કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરવામાં પ્રવાસીઓને દોઢ કલાક જેટલો સમય નીકળી જતો હોય છે. ત્યારે પ્રવાસ પર સમય ન બગાડવા માગતા પર્યટકો માટે હવે ધોરડો હેલિપેડથી ભુજ એરપોર્ટ સુધીની ચાર્ટર્ડ સર્વિસ શરૂ કરવા પણ હાલ નિર્ણય કરવામાં આવ્યું છે. કંપનીને આ મુદ્દે જાણ કરાતા તેઓ પ્રવાસીઓના સમયની અનુકૂળતાએ ભુજ એરપોર્ટ સાથે સંકલન કરી ઉડાન સમય નક્કી કરે છે. તો આ માટે એન્ડ ટુ એન્ડ ચાર્જ લેવામાં આવે છે. જોકે અા સેવાનું ભાડુ પણ વધારે હોઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.