ભાસ્કર એક્સક્લુઝિવ:હવે કાળાડુંગર-બરડા વચ્ચે ચિત્તાના ‘ઘર’ મુદ્દે સરવે, બન્નીના રણ વિસ્તારમાં વસવાટની સંભાવના

ભુજ2 મહિનો પહેલાલેખક: રોનક ગજ્જર
  • કૉપી લિંક
  • કચ્છમાં ચિત્તા પુનર્વસન માટે અનેક ચર્ચાઓ પછી મધ્યપ્રદેશના કુનોમાં ચિત્તા આવ્યા બાદ બન્નીમાં સરવે સૂચક
  • જો અને તો ની શક્યતાઓ વચ્ચે કરાયેલી મોજણી થકી ગુજરાતમાં ચિત્તા પાછા આવશે ?

સાત દાયકા બાદ ચિત્તા ભારત દેશમાં પરત ફર્યા છે, જેને નામિબિયાથી લાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં પી.એમ મોદીના હસ્તે છોડી તેમનું નવું ઘર બનાવ્યું છે.આ વચ્ચે જ કચ્છમાં સરહદી એવા કાળાડુંગરથી લઈને બેરડો સુધીના વિસ્તારમાં હવે વનવિભાગે સરવે કર્યો છે.વનરક્ષક અને વનપાલથી લઈને નાયબ વનસંરક્ષક સહિતની ટીમ આ સરવેમાં જોડાઈ હતી.વનવિભાગના ઉચ્ચ અધિકારીઓએ ફિલ્ડ સરવે કરી સિનિયર આઈ.એફ.એસ અધિકારીને આ અહેવાલ સુપરત કર્યો છે.

સરવેમાં કાળાડુંગરથી બેરડો એટલે કે ઉગમણી બન્નીના નિર્જન વિસ્તારમાં ચિત્તાના પુનર્વસન માટે શક્યતાઓ ચકાસાઇ હતી. માનવ વસાહત,સંખ્યા અને પાણીના પોઇન્ટ,શિકારની સંખ્યા. ઘાસીયામેદાન અને તેની નડતરો,મહેસૂલી જમીન અને અડચણો સહિતના મુદ્દે સર્વેમાં સર્વગ્રાહી અવલોકન નોંધાયા છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે,વનવિભાગ આ વિસ્તારમાં ચિત્તા આવે તે અંગે ગહન વિચારી રહ્યો છે.અને એ પણ જયારે મુખ્ય વન સંરક્ષક વી.જે રાણા છે જે સિંગાપોરથી આવેલા ચિત્તાઓના વ્યવસ્થાપનમાં બહોળો અનુભવ અને જ્ઞાન ધરાવે છે.

બન્નીનો પ્રોજેક્ટ પડતો મૂકાયા બાદ કચ્છ ફરી ચર્ચામાં
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયએ રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ મંડળ દ્વારા ભૂતકાળમાં ચિત્તાના પુનર્વસન માટે બન્ની ઘાસિયું મેદાન ઉત્તમ ગણાવ્યું હતું.જો કે બાદમાં તેનું સ્થાન કુનો નક્કી થયું હતું જેને નામીબિયાથી 24 લોકોની ટીમ સાથે સ્પેશિયલ પ્લેન મારફતે કુનો લવાયા હતા. આ નિર્ણય બાદ હવે કાળાડુંગરમાં ફરી કરાયેલો સરવે ગુજરાતમાં ચિત્તાના પુનરાગમન મુદ્દે રસપ્રદ બની રહેશે.

કચ્છના સીસીએફ જૂનાગઢ ચિત્તા પ્રોજેક્ટ વખતે ઝૂ ડાયરેક્ટર હતા,હવે કચ્છમાં સરવે
કચ્છ જિલ્લાના હાલના મુખ્ય વન સંરક્ષક વી.જે રાણા જૂનાગઢમાં જયારે વર્ષ ૨૦૦૯માં ચિત્તા સિંગાપોરથી લાવવામાં આવ્યા ત્યારે ત્યાંના ઝૂ ડાયરેક્ટર હતા અને તત્કાલીન મુખ્યમંત્રી મોદીની સૂચના અને તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેખરેખ રખાઈ હતી.હાલ તેઓ જયારે કચ્છમાં સીસીએફ છે ત્યારે કાળાડુંગર વિસ્તારમાં સરવે સૂચક સાબિત થશે.નોંધનીય બાબત છે કે,24 માર્ચ 2009ના રોજ નરેન્દ્ર મોદીએ સક્કરબાગ ઝૂ ખાતે 4 ચિત્તાઓને ખુલ્લા મુક્યા હતા. 2017ના વર્ષમાં તે પૈકીના છેલ્લા ચિત્તાનું મૃત્યુ થયું હતું. જો કે કચ્છના સરહદી વિસ્તારના સમગ્ર સરવે અન્રે ગતિવિધિ મુદ્દે સીસીએફ રાણાએ આ બાબતનો ઇન્કાર કર્યો હતો.

કાળાડુંગર વિસ્તારમાં શિયાળની સંખ્યા વધુ,પાણીનો સ્ત્રોત પડકાર
આ સર્વે અંગે ગાંધીનગર સ્થિત ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે,કાળાડુંગર વિસ્તારમાં શિયાળની વધુ સંખ્યા ચિત્તા માટે હકારાત્મક બાબત છે પણ પાણીનો સ્ત્રોત પડકારરૂપ છે.સાથે જ ઉત્તરાદિ બન્નીમાં માનવ વસાહતો અને પાણીના સ્ત્રોત હજુ ચિંતાનો વિષય છે. પાણીના સ્ત્રોત કૃતિમ ઉભા કરવાની યોજના વિચારાધીન છે.

કોઈ અધિકારી વ્યક્તિગત સરવે કરતા હોય, હાલ વનવિભાગનો પ્લાન નથી : CWW
ગુજરાત રાજ્ય વનવિભાગના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન એન.શ્રીવાસ્તવને ભાસ્કરે આ મુદ્દે પ્રશ્ન પૂછતાં તેમને જણાવ્યું હતું કે,કાળાડુંગરથી લઈને બેરડો સુધીના ચિત્તાના સરવેમાં રાજ્ય વનવિભાગનો હાલના તબક્કે કાંઈ પ્લાન નથી. જો કે સ્થિતિ ચકાસવા અથવા અન્ય મુદ્દે ઉચ્ચ અધિકારીઓએ વ્યક્તિગત સરવે કર્યો હોઈ શકે.

આ વિસ્તારમાં ચિત્તા માટે ખોરાક ચેલેન્જ,1985માં સૂચન કર્યું હતું : તજજ્ઞ
મધ્યપ્રદેશના તત્કાલીન ફોરેસ્ટ સેક્રેટરી બની વર્ષ 1981માં કૂનો સેન્ચુરીની સ્થાપના કરનારા MK રણજિતસિંહ ઝાલાએ ‘ભાસ્કર’થી વાત કરતા જણાવ્યું કે,આ સરવે માટે હવે ખૂબ મોડું થઇ ગયું છે.વર્ષ ૧૯૮૫માં કચ્છમાં ખડીર અભ્યારણ્ય વિસ્તારમાં ચિત્તા લાવવા સૂચન કર્યું હતું પણ અનૂકુળ ન બનતા શક્ય ન થયું. વર્ષ ૨૦૨૦માં કોર્ટે ત્રણ તજજ્ઞોની પેનલ રચી હતી,જેમાં MK રણજિતસિંહ ઝાલા હતા અને કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ મુદ્દે પણ ચર્ચાઓ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...