કોંગ્રેસની વાપસીનો હુંકાર:પ્રધાનમંત્રી નહીં પણ પ્રચારમંત્રી છે : તારીક અનવર

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રીએ તમામ મોરચે ભાજપને નિષ્ફળ ગણાવી, કોંગ્રેસની વાપસીનો હુંકાર કર્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી તારીક અનવર ગુરુવારે કચ્છ જિલ્લા મથક ભુજમાં અાવ્યા હતા. જેમણે માધ્યમોના સવાલોના જવાબમાં કહ્યું હતું કે, અમે કબૂલ કરીઅે છીઅે કે, ભાજપના મુકાબલે કોંગ્રેસ પ્રચારમાં નબળી છે. ભાજપ જેવો પ્રચાર કોંગ્રેસ કરી નથી શકતી. ભાજપ મુખ્ય મુદ્દાઅોથી ભટકાવી દે છે. અેટલે તો દેશના પ્રધાનમંત્રીને પ્રચારમંત્રી કહેવામાં અાવે છે. જોકે, છેલ્લી તમામ ચૂંટણીમાઅો ભાજપનો ગ્રાફ ઉત્તરોઉત્તર નીચે ગયો છે. ગત ચૂંટણીમાં નજીવો તફાવત હતો.

અા વખતે કોંગ્રેસની વાપસી થશે અેવો હુંકાર કર્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ભાજપ છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે. કેન્દ્રમાં છેલ્લા 8 વર્ષથી સત્તા ઉપર છે, જેથી ગુજરાત મોડલની વાતો કરતી ભાજપની સરકાર છેલ્લા અાઠ વર્ષમાં ગુજરાત રાજ્યનો બહુ મોટો વિકાસ કરી નાખ્યો હશે અેવું લાગતું હતું. પરંતુ, બધા રાજ્યો કરતા ગુજરાતમાં વીજળી સાૈથી વધુ મોંઘી છે. કોરોનામાં ભાજપ સરકારની નબળાઈઅો સામે અાવી. ગુજરાતમાં બેરોજગારી વધી. શિક્ષણ, અારોગ્યનું ખાનગીકરણ થઈ રહ્યું છે.

કચ્છમાં પણ જી. કે. જનરલ હોસ્પિટલ અદાણીને ધરી દેવાઈ છે. તાજેતરમાં થયેલી મોરબી પુલ દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મોરબી દુર્ઘટના ભ્રષ્ટાચારનો બહુ મોટો ઉદાહરણ છે. લોકોના મરણ થયા છે. જે લોકોઅે પરિવારજનો ખોયા છે. અેમનું દુ:ખ તો અે લોકો જ જાણતા હશે. ભાજપના મુખ્યમંત્રીઅે રાજીનામું અાપી દેવું જોઈઅે. પરંતુ, ગુજરાતના મુખ્યમંત્રીઅે અેવું ન કર્યું. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપના શાસનમાં મોંઘવારી વધી છે. ગેસનો બાટલો, પેટ્રોલના દામ સતત વધ્યા છે. ગરીબ માણસને જીવવું દુષ્કર થઈ ગયું છે.

ગરીબો વધુ ગરીબ થઈ રહ્યા છે. અમીરો વધુ અમીર થઈ રહ્યા છે. ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ સતત વધી રહી છે. તેમણે પૂછ્યું કે, ચૂંટણી ગુજરાતમાં છે અને રાહુલ ગાંધી ભારત જોડો પદયાત્રા બીજે કરી રહ્યા છે. શું ગુજરાતની ચૂંટણી કોંગ્રેસ માટે મહત્ત્વહિન છે. તો તેમણે જણાવ્યું કે, અેવું નથી. પરંતુ, ભાજપ દેશના લોકોને ભય અને હિંસાથી અલગ પાડી રહી છે, જેથી ભારત જોડો યાત્રાને અગ્રતા અપાઈ. અામ છતાં રાહુલ ગાંધી અાવ્યા હતા અને મને અેવું લાગે છે કે, પ્રિયંકા ગાંધી પણ અાવશે.

પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રવકતા ઘનશ્યામસિંહ ભાટ્ટી, ગની કુંભાર, દિપક ડાંગર, ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી, અસરફ સૈયદ, ઈમરાન જિલાની, હાસમ સમા, જુમા નોડે, અંજલિ ગોર, ધીરજ રૂપાણી, હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...