આવેદન:માંડવીના પર્યટન સ્થળોએ બિલાડીના ટોપની જેમ ઉગી નીકળી નોનવેજની લારી

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવાસન સ્થળોઅેથી આવી લારીઅો દુર કરવા મામલતદારને આવેદન

માંડવીના પ્રવાસન સ્થળોની અાસપાસ બિલાડીના ટોપની જેમ ઠેર-ઠેર નોનવેજની લારીઅો ઉગી નીકળી હોવાના અાક્ષેપ સાથે સત્વરે અાવી લારીઅો દુર કરવા મામલતદારને રજૂઅાત કરાઇ છે. હિન્દુ યુવા સંગઠન-ભારત દ્વારા મામલતદારને કરાયેલી રજૂઅાત મુજબ માંડવી રાજ્યનું અૈતિહાસિક શહેર છે અને પ્રવાસન ક્ષેત્રે વિકસી રહ્યું છે.

જો કે, સાંપ્રત સમયમાં શહેરમાં નોનવેજની લારીઅો પર લટકતું માંસ તેમજ બોમ્બે દમ બિરિયાની, હૈદરાબાદી બિરિયાની જેવા બોર્ડ શહેરમાં પ્રવેશતા જ જોવા મળે છે.વધુમાં નોનવેજની લારીઅો માંડવીના પ્રવેશદ્વાર માંડવી-મસ્કા ચાર રસ્તા અને જુના પુલ પર ગોઠવી દેવાઇ છે.

શહેરના પ્રવેશદ્વાર પર જ અાવી લારીઅોના કારણે માંડવીની મુલાકાતે અાવતા પ્રવાસીઅો ખોટી છાપ લઇને જાય છે. માંસ-મટનની લારીઅો પર કામ કરતા લોકો હિન્દી ભાષી છે, જેથી તેઅો અન્ય રાજ્યના હોય તે સ્વાભાવિક છે, જેથી શું અાવા લોકોની અોળખ સાથે રજિસ્ટ્રેશન માટેની કામગીરી કરાય છે કે કેમ તે અેક પ્રશ્ન છે, જેથી તાત્કાલિક અાવી લારીઅો દુર કરી, જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...