રાજીનામા:રાજીનામા સ્વીકાર્યા કે નકાર્યા તેનો કોઇ પ્રતિભાવ પ્રદેશ કક્ષાએથી નથી આવ્યો

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ વિધાનસભા બેઠકના કોંગ્રેસના દાવેદાર અને 21 સદસ્યોએ સભ્ય પદ છોડ્યાનો ઘટનાક્રમ

ભુજ શહેરમાં રવિવારે ભુજ વિધાનસભા બેઠકના કોંગ્રેસના સબળ દાવેદારે કોંગ્રેસના સક્રિય સભ્યપદેથી રાજીનામું અાપ્યા બાદ તેમના સમર્થનમાં ભુજ નગરપાલિકના વિપક્ષીનેતા સહિત કુલ 21 અાગેવાનો અને કાર્યકરોઅે ધડાધડ રાજીનામા ધરી દીધા હતા. અામ છતાં અને ચારે દિવસ વીત્યા બાદ પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદેદારોઅે રાજીનામા સ્વીકાર્યા કે નકાર્યા તેનો પ્રતિભાવ અાવ્યો નથી, જેથી પેટનું પાણી પણ હલ્યું ન હોય અેવી છાપ ઊભી થઈ છે.

ભુજ નગરપાલિકાના માજી વિપક્ષીનેતા અને અાગામી ભુજ વિધાનસભા બેઠકના સબળ દાવેદાર રાજેન્દ્રસિંહ જાડેજાઅે રવિવારે રાજીનામું અાપ્યું હતું અને તેના કારણમાં જણાવાયું છે કે, ઉમેદવારોના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે ત્યાં સુધી ઉમેદવારનું નામ સુદ્ધા નક્કી નથી થયું અેટલે કોંગ્રેસને જીતવામાં રસ ન હોય અેવું લાગે છે. જેના પગલે સક્રિય સભ્ય પદેથી રાજીનામું અાપું. જે બાદ ભુજ નગરપાલિકાના વિપક્ષીનેતા કાસમ સમા સહિતના કોંગ્રેસના નગરસેવકોઅે પણ રાજીનામા ધરી દીધા હતા.

અે ઉપરાંત તેમના સમર્થના જિલ્લાના કેટલાક હોદેદારો અને માજી નગરસેવકો પણ ધસી દીધા હતા. જેને બુધવારે રાત સુધી ચારેક દિવસ જેટલો સમય થઈ ગયો છે. પરંતુ, પ્રદેશ કક્ષાઅેથી તેમના રાજીનામા સ્વીકારાયા કે નકારાઅે અે બાબતે કોઈ પ્રતિભાવ અાવ્યો નથી. અામ, પ્રદેશ કક્ષાઅેથી હોદેદારોના પેટનું પાણી હલ્યું ન હોય અેવી છાપ પડી છે.

સુધરાઈ વિપક્ષ કોંગ્રેસ વિનાની તો નહીં થાય ને
ભુજ નગપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના અાંગણીના વેઢે ગણી શકાય અેટલા સાતેક નગરસેવકો છે. જો પ્રદેશ કક્ષાઅેથી તેમના રાજીનામા સ્વીકારી લેવાય તો અેક અે પણ પ્રશ્ન થાય છે કે, તો શું ભુજ નગરપાલિકા વિપક્ષ કોંગ્રેસ વિનાની થઈ જશે.

સક્રિય નહીં હોઈ પણ વિચારધારાને અનુસરશું
રાજીનામું ધરી દેનારા કોંગ્રેસના સક્રિય સભ્યોઅે જણાવ્યું હતું કે, કોંગ્રેસનું સક્રિય સભ્યપદે છોડ્યું છે. પરંતુ, કોંગ્રેસની વિચારા છોડી નથી, તેને અનુસરશું.

અન્ય સમાચારો પણ છે...