કેન્દ્ર સરકારે આપ્યો જવાબ:કચ્છમાં ઔદ્યોગિક ગતિવિધિથી ચિંકારાના અસ્તિત્વ પર કોઇ ખતરાનો રિપોર્ટ નહીં

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2015માં થયેલી ગણતરીમાં જિલ્લામાં 6240 ચિંકારા હતા
  • શક્તિસિંહ ગોહિલના પ્રશ્ન અંગે રાજ્યસભામાં કેન્દ્ર સરકારે આપ્યો જવાબ

કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ હવે ભલે અબડાસાના ધારાસભ્ય નથી, પરંતુ તેઓ કચ્છના પ્રશ્નોને હવે છેક સંસદમાં ઉઠાવી રહ્યા છે. ગોહિલે પર્યાવરણ, વન અને જળવાયુ મંત્રીને સવાલ કર્યો હતો કે, ‘શું કચ્છમાં ચિંકારા માટે કોઇ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અથવા આરક્ષિત વન છે ?, કચ્છ જિલ્લામાં ચિંકારાની વસતી કેટલી છે ?, ઔદ્યોગિક ગતિવિધિઓના કારણે ચિંકારાના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે ?, જો હા તો ચિંકારાને બચાવવા સરકારે શું પગલા લીધા ?’ તેના જવાબમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે માહિતી આપી છે કે વર્ષ 2015ની ગણતરી પ્રમાણે કચ્છમાં 6240 ચિંકારા હતાં. તો કચ્છમાં વાણિજ્યિક ગતિવિધિઓના લીધે ચિંકારાના અસ્તિત્વ પર કોઇ ખતરો હોય તેવો કોઇ રિપોર્ટ હજુ સુધી મંત્રાલયને મળ્યો નથી.

ચિંકારા અનુસૂચિ-1 માં સામેલ
મંત્રાલયે જણાવ્યું હતું કે, ચિંકારાને વન્ય જીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972ની અનુસૂચિ-1 માં સામેલ કરવામાં આવ્યું છે. જેથી તેને ઉચ્ચત્તમ સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. ચિંકારાના મહત્વપૂર્ણ ક્ષેત્રોને વધારે સંરક્ષણ પ્રદાન કરવા માટે આ ક્ષેત્રને વન્યજીવ અભયારણ્યના રૂપમા જાહેર કરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...