રસીકરણ:સ્વખર્ચે રસી મુકાવવા કોઈ ન આવ્યું, અંતે સરકારે ફ્રીમાં બુસ્ટર ડોઝની જાહેરાત કરી !

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કચ્છમાં રૂ.400 ખર્ચી અમુક લોકો ડોઝ લેવા તૈયાર થયા’તા પણ સેન્ટર જ ન ખુલ્યું
  • શુક્રવારથી દરેક સરકારી સેન્ટરોમાં રસી મળશે : સ્થાનિકે આરોગ્ય વિભાગ અંધારામાં

સરકારે કોરોનાથી બચવા માટે નાગરિકોને રસીનું કવચ પૂરું પાડ્યું છે જેમાં 12 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને બે ડોઝ અપાયા છે જોકે તેની અસર 9 મહીના સુધી જ રહેતી હોય છે જેથી ત્રીજો ડોઝ શરૂ કરાયો છે.60 વર્ષથી મોટી ઉંમરના વડીલો,આરોગ્ય કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓને નિઃશુલ્ક બુસ્ટર ડોઝ આપવાનું આયોજન છે જોકે,તેઓએ ખાસ રસ દાખવ્યો નથી બીજી તરફ 18 થી 59 વર્ષની કેટેગરીમાં આવતા લોકોને ખાનગી સેન્ટરમાંથી સ્વખર્ચે રસી લેવા જણાવાયું હતું જેમા અંદાજીત રૂ.400 નો ખર્ચ થાય તેમ હતો.

તેમજ કોવિડ ન હોવાથી કોઈ રસી લેવા ન આવ્યું જોકે અચાનક કેસો વધવા લાગતા ફરી રસીકરણ માટે લોકોનો ધસારો જોવા મળ્યો છે.આ વચ્ચે સરકારે પેઇડ રસીકરણ બંધ કરીને મફતમાં રસી આપવાની જાહેરાત કરી છે જેની પાછળ હકીકત એ રહી છે કે,પૈસા ખર્ચીને કોઈ રસી લેવા આવતું ન હતું જેથી આખરે રસીકરણનો ક્વોટા પૂરો કરવા માટે નિઃશુલ્ક કામગીરીની જાહેરાત કરાઈ છે. બુધવારે કેબીનેટમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં 15મી જુલાઈથી 75 દિવસ સુધી રસીકરણનું બુસ્ટ અભિયાન ચલાવવામાં આવશે જે અંતર્ગત સરકારી સેન્ટરોમાં 18 થી 59 વયના લોકોને નિઃશુલ્ક બુસ્ટર ડોઝ મળશે. કચ્છની જો વાત કરીએ તો 17 લાખ લોકોએ બીજો ડોઝ મુકાવી લીધો છે જેની સામે ત્રીજા ડોઝની કામગીરી માત્ર 87 હજાર છે.તેમાં પણ 18થી 59 ની કેટેગરીમાં પૈસા ખર્ચીને રસી લીધી હોય તેવા માંડ 1 હજાર વ્યક્તિઓ છે.

સ્થાનિકે અન્ય પરિસ્થિતિની જો વાત કરીએ તો ભુજમાં 25 થી 30 હોસ્પિટલોએ પરવાનગી માંગી હતી પણ તેઓને છેકસુધી પેઇડ રસીકરણનું સેન્ટર ન મળ્યું,છેલ્લે મુન્દ્રા રોડની એક હોસ્પિટલને પરવાનગી મળી હતી તેમજ આદિપૂરમાં એક હોસ્પિટલને પણ માન્યતા અપાઈ હતી જોકે એકાદ-બે સિવાય કંપનીઓને જ પેઇડ રસીકરણનું સેન્ટર મળતા જે લોકો રૂપિયા ખર્ચીને રસી લેવા તૈયાર હતા તેઓ પણ ડોઝ લઈ શકયા નથી તેવા કિસ્સા પણ સામે આવ્યા છે.આખરે જ્યારે શુક્રવારથી સરકારની જાહેરાત પ્રમાણે સરકારી કેન્દ્રોમાં બુસ્ટર ડોઝ નિઃશુલ્ક મળશે પણ સ્થાનિકે ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ જોતા કચ્છનું આરોગ્ય વિભાગ હજીય અંધારામાં હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...