પૂર્વ કચ્છ વનવિભાગે ગુરુવારે આડેસર નજીક કાલીધાર વિસ્તારમાંથી નીલગાયનો શિકાર કરનારા બે શિકારીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડયા હતાબુધવારે અહીંના જંગલ વિસ્તારમાં ડુંગરની ધાર વચ્ચે દોરડાથી ગાળિયો બનાવી નીલગાયને દોડાવી તેમાં ફસાવી અને ધારિયા વડે તેની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર મુદ્દે આડેસર નોર્મલ રેન્જ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને શિકારીઓ અશરફ સુલેમાન ઘાંચી રહે. આડેસર અને હાજી અલીમામદ હિંગોરજા રહે.વિજાપર વાળાને પકડી પાડયા હતા.
વનતંત્રએ શિકારમાં ઉપયોગમાં લેવામાં આવેલા બે ધારિયા, દોરડું અને પાંચ કિલોના તપેલા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરાયો છે.મિજબાની માટે આ શિકાર કરાયો હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. ગંભીર ગુના સંદર્ભે સીસીએફ વી. જે રાણા અને ડીસીએફ જી. ડી સરવૈયા ના માર્ગદર્શન હેઠળ ગુના કામે 20000 રૂપિયા એડવાન્સ રિકવરી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.આ કાર્યવાહીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.એમ પંપાણિયા,વનપાલ બી.એમ મકવાણા, વનરક્ષા સહાયક એન.બી રાઠોડ અને એ.બી બારૈયા સહિત વનવિભાગનો સ્ટાફ જોડાયો હતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.