રાપર એસ.ટી ડેપો ખાતે આજે બપોરે 1/30 વાગે ઉપડતી રાપર ભુજ મીની મેટ્રો લીંક બસના સ્થાને નવી મીની બસ એસ ટી તંત્ર દ્વારા ફાળવવામાં આવી હતી. જિલ્લામાં અન્ય ડેપોની સાથે રાપર ડેપોને પ્રથમ મીની બસ મળી છે. આ બસને આજે રાપર ભુજ મેટ્રો લીંકના રુટ પર દોડાવવા માટે નગર આગેવાઓએ લીલી ઝંડી આપી હતી.
રાપર થી ભુજ આવાગમન માટે અતિ મહત્વના રૂટ માટે નવી મીની બસ મળતા સમગ્ર નગરમાં ખુશી ફેલાઈ હતી. બસને આવકાર આપી આગેવાનો અને તંત્રના અધિકારીઓએ પ્રસ્થાન કરાવ્યુ હતું. આ વેળાએ રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, વિનુભાઈ થાનકી, રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, મહામંત્રી લાલજી કારોત્રા, કમલસિંહ સોઢા, કેશુભા વાધેલા, મહેન્દ્ર સિંહ વાઘેલા, ડેપો મેનેજર જે. બી જોશી, ટ્રાફિક કંટ્રોલર કાંતિલાલ સુથાર, શરીફ ચૌહાણ, ગિરીશ પરમાર, વિપુલ લુહાર, મુબારક જુણેજા, મનુભાઈ રાજગોર, મોહનભાઇ બારોટ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાપરના ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજાના પ્રયત્નથી રાપર ડેપોને મીની બસ ફાળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આગામી દિવસોમાં વધુ લકઝરી બસ અને સ્લીપર કોચ ફાળવવામા આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.