બીઅેસઅેફ ગુજરાત ફ્રન્ટિયરના નવા અાઇજી કચ્છની 3 દિવસની મુલાકાતે અાવ્યા છે અને અાજે રવિવારે પીલર નં.1175, હરામીનાળા સહિતના સરહદી વિસ્તારોનું નિરીક્ષણ કરે તેવી શક્યતા છે.બીઅેસઅેફ ગુજરાત ફ્રન્ટિયરના નવા અાઇજી રવિ ગાંધી શુક્રવારના કોટેશ્વર બાદ શનિવારે લક્કી ક્રિક વિસ્તાર, જખાૈ, શનિવારના મોડી સાંજે ખાસ 2 હેલીકોપ્ટર મારફતે સૈન્ય અધિકારીઅો સાથે લખપત જવા રવાના થયા હતા. રાતવાસો લખપત કેમ્પમાં જવાનો સાથે કરશે. કડકડતી ઠંડીમાં પણ સઘન પેટ્રોલિંગ સાથે રાત-દિવસ પહેરો ભરતા જવાનો સાથે ચર્ચા કરશે.
અંતિમ દિવસે રવિવારના સંભવત 1175 પીલર, હરામીનાળાનું નિરક્ષણ કર્યા બાદ પરત જશે. ખાસ કરીને હરામીનાળામાંથી અવાર-નવાર પાકિસ્તાની ઘુસણખોરો ઘુસી અાવતા હોય છે અને ભારતીય જળસીમામાં અાવતાં જ બીઅેસઅેફના હાથે ચડી જાય છે, જેથી અહીં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં અાવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. અાઇજી ગાંધી ભારત-બાંગ્લાદેશ સરહદે ક્રિક વિસ્તારો ખુંદી વળ્યા હોઇ તે અનુભવ તેમને અહીં કામ લાગશે. સુરક્ષા જવાનો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો પણ અાઇજી રવિ ગાંધીઅે કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.