અકસ્માત:જખૌ સોલ્ટમાં ટ્રકના ટાયર નીચે ચગદાઇ જતાં ભત્રીજાનું મોત

જખૌ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાડીને સાઇડ આપતી વેળાએ બન્યો બનાવ

અબડાસા તાલુકાના જખૌ સોલ્ટ કંપનીમાં કાકાની લોડીંગ ટ્રકને રિવર્સમાં લેવા મદદ કરી રહેલા ભત્રીજાનું ટ્રકના ટાયર ચીચે ચગદાઇ જવાથી કંમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવને લઇ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. જખૌ પોલીસ મથકમાં મુળ એમપીના હાલ જખૌ સોલ્ટ કંપનીમાં ટ્રક ચલાવતા ભોલા અમૃતલાલ કોલએ ઘટના સબંધે વિગતો આપી હતી. કે, બનાવ જખૌ સોલ્ટ કંપનીમાં બીટી-1 એરિયામાં બુધવારે મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો.

તેમની ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતો તેમનો ભત્રીજો અમિતકુમાર હિરાલાલ સાકેત (ઉ.વ.22) અમારી લોડીંગ ટ્રકને હીટાચી મશીન સામે લગાડવા માટે ટ્રકમાંથી નીચે ઉતરીને રિવર્સમાં લેવા માટે સાઇડ આપી રહ્યો હતો. ત્યારે મીઠ્ઠની પાલ પરથી તેનો પગ સ્લીપ થઇ જતાં ટ્રકના ટાયર નીચે આવી ગયો હતો. જેને કારણે પગ અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેને સારવાર માટે નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જખૌ પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...