ફરિયાદ:જવાહરનગરમાં પરિણીતાની લાજ લેવાનો પાડોશીનો પ્રયાસ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ નોકરીએ જતાં યુવાન દીવાલ કૂદીને ઘરમાં ઘુસ્યો : હોબાળો થતાં નાસી છૂટ્યો

તાલુકાના જવાહરનગરમાં ઘરમાં ઘુસી આવેલા પડોશી યુવકે પરિણીતાની છેડતી કરતા ભારે ચકચાર મચી ગઇ છે,આરોપીએ મહિલા સાથે ઝપાઝપી કરી કપડા પણ ફાડી નાખ્યા હતા બાદમાં હોબાળો થતા દીવાલ કૂદીને તે નાસી ગયો હતો. ભોગ બનનાર પરિણીતાએ પધ્ધર પોલીસમાં જણાવ્યું કે,તેના પતિ સવારે 5 કલાકે મજૂરી માટે બન્ની તરફ ગયા હતા ત્યારે દરજીકામ કરતો આરોપી રાજેશ ગોપાલ ગરવા ગેરકાયદે રીતે મકાનમાં ઘુસી આવ્યો હતો અને પરિણીતા પાસે બીભત્સ માંગણી કરી હતી.

તેની હરકતથી રોષે ભરાયેલી પરિણીતાએ તેને ધક્કો મારીને બુમ પાડવા જતા આરોપીએ હાથ વડે તેનું મોંઢું દબાવી નાખ્યું હતું. આ વાત કોઈને કહીશ તો મારી નાખીશ તેમ કહી પરિણીતાને ધક્કો પણ માર્યો હતો.દરમ્યાન પરિણીતાએ રાડારાડ કરતાં અડોશપડોશના લોકો ભેગા થઈ ગયા જેથી આરોપી દિવાલ કૂદીને નાસી ગયો હતો. મોડી રાત્રે પતિ મજૂરીએથી પરત આવતા તેણે પતિને સમગ્ર ઘટના અંગે વાત કરી હતી જે બાદ મહિલાએ પધ્ધર પોલીસ મથકે રાજેશ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...