તપાસ:મોટાપીર બેટ પાસેથી નેવી ઇન્ટેલિજન્સ અને ભુજ SOGને ચરસના 2 પેકેટ મળ્યા

નારાયણ સરોવર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કબ્જો આગળની તપાસ માટે વાયોર પોલીસને સોંપવામાં આવશે

શુક્રવારે સવારે નેવી ઇન્ટેલિજન્સની બાતમીના આધારે પશ્ચિમ કચ્છ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની સયુંકત કાર્યવાહીમાં મોટાપીર બેટ પાસેથી ચરસના બે પેકેટ મળી આવ્યા હતા જેનો કબ્જો વાયોર પોલીસને સોંપવામાં આવશે.

કચ્છના દરિયામાંથી કેફી દ્રવ્ય પકડાવાનો સીલસીલો જારી રહ્યો હોય તેમ વધુ બે પેકેટ એજન્સીઓને મળી આવ્યા હતા.અગાઉ મળી આવતા પેકેટ જેવા જ આ બે પેકેટ દરિયાના કિનારા પર જોવા મળ્યા હતા. ચરસના પેકેટને કોઈ નુકસાન ન થાય તે માટે તેને વોટર પ્રુફ પેકિંગમાં પેક કરવામાં આવે છે.

1100 ગ્રામની ક્ષમતાવાળા મળી આવેલા બે પેકેટને કબ્જે કરી આગળની કાર્યવાહી માટે વાયોર પોલીસને સોંપવામાં આવ્યા છે.નેવી ઇન્ટેલિજન્સ દ્વારા વર્ષ 2020 માં 1 જુનના ગુવર પાસેથી પણ ચરસના 19 પેકેટ શોધ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...