આયોજન:ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષની કચ્છમાં લટાર

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તામિલનાડુના MLA એ યુવતી સંમેલનમાં હાજરી અાપી

કચ્છમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ અને તામિલનાડુ કોઈમ્બતુરના ધારાસભ્ય કચ્છની ત્રણ દિવસીય મુલાકાત અાવ્યા હતા. જેમણે અંજાર તાલુકાના રતનાલમાં યુવતી સંમેલનમાં પણ હાજરી અાપી હતી.

અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષા શ્રીવાનાથી શ્રીનિવાસને વિવિધ સરકારી યોજનાઅોનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમની જોડે પ્રદેશ અધ્યક્ષા દિપીકા સરડવા, ગુજરાત પ્રદેશ પ્રભારી પૂનમ શર્મા, જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલ કારા, ગુજરાતના ઉપપ્રમુખ અને કચ્છ ઝોનના પ્રભારી અરુણા ચાૈધરી, કચ્છના પ્રભારી પ્રતિક્ષાબા જાડેજા, પ્રદેશ મહિલા મોરચના ઉપપ્રમુખ ચંદ્રિકા લિંબાચિયા, પ્રદેશ મંત્રી નિમાબેન પટેલ, કચ્છ જિલ્લા મહિલા મોરચાના ગોદાવરી ઠક્કર, મહામંત્રી હસ્મિતા ગોર, હેતલ મહેતા, અાશિકા ભટ્ટ હાજર રહ્યા હતા.

ભુજમાં બેઠક દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી હાજર રહ્યા હતા. સંચાલન રેશ્માબેન ઝવેરીઅે કર્યું હતું. સ્મૃતિવનની પણ મુલાકાત લીધી હતી. સાંજે કાૈશલ્યા માધાપરિયાઅે રેલીનું આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...