• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Narrator Krishnachandra Shastriji Will Be Present In The Bhagwat Katha Organized By Ahir Samaj For Jagat Kalyan Artha In Adipur.

ધાર્મિક કાર્યક્રમ:આદિપુરમાં જગત કલ્યાણ અર્થે આહીર સમાજ આયોજિત ભાગવત કથામાં કથાકાર કૃષ્ણચંદ્ર શાસ્ત્રીજી ઉપસ્થિત રહેશે

કચ્છ (ભુજ )16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્ત કચ્છ આહીર સમાજ દ્વારા સાતમી વખત જગત કલ્યાણ અર્થે ભવ્ય ભાગવત કથા યોજાઈ છે

કારતક માસ એટલે પિતૃઓના માસ તરીકે હિન્દૂ સમાજમાં ધાર્મિક વિધિ માટે પૂજનીય છે. આ માસ દરમ્યાન સમાજ અને પરિવારો દ્વારા પિતૃ મોક્ષાર્થે ઠેર ઠેર ભાગવત કથા યોજાઈ રહી છે. તેમાં સાતમી વખત જગત કલ્યાણ અર્થે કચ્છ આહીર સમાજ દ્વારાપૂર્વ કચ્છના આદિપુર સ્થિત સ્વામી લીલાસાહ કુટિયા ખાતે ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 17થી પ્રારંભ થયેલી કથા અંતર્ગત આવતીકાલે રુક્ષમણી વિવાહનો પ્રસંગ ઉજવાશે તેમાં ભારતભરમાં અત્યાર સુધી 1500 જેટલી કથાઓ કરનાર ભાગવત ભૂષણ કૃષ્ણચંદ્ર શાસ્ત્રીજી મહારાજ ઉપસ્થિત રહી શ્રોતાગણને આશીર્વચન આપશે.

કથાનું રસપાન કરવા મોટી સંખ્યમાં ભાવિકો ઉમટી રહ્યા છે
પૂર્વ કચ્છના આદિપુર ખાતે સ્વામી લીલાસાહ કુટિયા ખાતે અંજારના જાણીતા ધારાશાસ્ત્રી દીનેસચંદ્ર રાવલની વ્યાસપીઠે યોજાઈ રહેલી 101 પોથી ભાગવત કથામાં આહીર સમાજ સાથે અન્ય સમાજના લોકો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહી કથાનું રસપાન કરી રહ્યા છે. ભગવાન રામચંદ્રજી પ્રાગટય અને કૃષ્ણ જન્મના પ્રસંગો બાદ આવતીકાલ તા. 22ના સાંજે 5 વાગ્યે રૂક્ષમણી વિવાહ યોજાશે. કથામાં ભવિકોના રહેવા અને ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કથા સમિતિ દ્વારા સંભાળવામાં આવી રહી છે. કથા દરમ્યાન આહીર સમાજની બહેનાના પ્રાદેશિક વસ્ત્ર પરિધાન સાથે રાસ ગરબા પણ યોજાયા હતા.

અન્ય સમાચારો પણ છે...