• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Narmada Nigam Said, Anti social Elements Broke The Canal, Not Only The Movement Of Vehicles That Night In The Police Investigation!

તપાસ:નર્મદા નિગમે કહ્યું,અસામાજિક તત્વો કેનાલ તોડી ગયા, પોલીસ તપાસમાં એ રાતે વાહનોની ગતિવિધિ જ નહીં !

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિદડાની કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડવાનો મામલો ગુંચવાયો
  • વિકાસ ખુલ્લો​​​​​​​ પડ્યા બાદ કેન્દ્ર સુધી સરકારનું ખરાબ લાગતાં નિગમે માનવસર્જિત ભંગાણનો કરેલો દાવો શંકાસ્પદ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે નર્મદા કેનાલનું ઉદ્ઘાટન કરવાના હતા તેમાં ટેસ્ટિંગવેળાએ પાણી છોડવામાં આવતા માત્ર 24 કલાકના ટૂંકાસમયગાળામાં જ બિદડા પાસે ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું હતું.જે કેનાલને ગ્રામજનોએ હોંશે હોંશે વધાવી તેમાં મોટું ભંગાણ થતા પાણી ખેતરોમાં વહી ગયા હતા આ ઘટનાનો વિડિઓ વાયરલ થતા કેન્દ્ર સુધી સરકારનું ખરાબ લાગ્યું છે જેથી તાબડતોબ તપાસના આદેશ અપાયા પણ નર્મદા નિગમે બિદડાની કેનાલમાં પડેલું ગાબડું માનવસર્જિત હોવાનો દાવો કર્યો હતો

જોકે પોલીસની તપાસમાં એ રાતે કેનાલ પાસે વાહનોની ગતિવિધિ જણાઈ જ નથી જેથી નિગમનો દાવો ખોટો હોય તેવું લાગી રહ્યું છે.સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના નાયબ કાર્યપાલક ઈજનેર બી.કે.ચૌધરીએ માંડવી પોલીસને આપેલી લેખિત ફરિયાદઅરજીમાં જણાવ્યું હતું કે,તેમની કચેરીના કાર્યક્ષેત્રમાં કચ્છ શાખા નહેરની સાંકળ 296.501 કીમીથી 325.390 કીમીનો સમાવેશ થાય છે.ગત 6 તારીખે કચ્છ શાખા નહેરમાં પાણીના વહનના પરીક્ષણ હેતુથી પાણી છોડવામાં આવ્યું હતું તથા પરીક્ષણ દરમિયાન પેટ્રોલીંગ કરાયું હતું.

સાંકળ નંબર 311.580 કીમી પર સાતમી તારીખે રાત્રે 12:30 કલાકે પેટ્રોલીંગ કરાયું ત્યારે કોઇ પણ પ્રકારનું ગાબડું કે નુકશાન જોવા મળ્યું ન હતું પરંતુ સવારે 3.30 કલાકે કેનાલમાં ભંગાણ થયેલું જોવા મળ્યું હતું.અસામાજીક તત્વો દ્વારા કેનાલમાં ચેડા કરી કેનાલને નુકસાન કર્યું છે તેમજ કેનાલમાં ભંગાણ કરવામાં આવ્યું હોવાનું જણાવી તપાસની માંગ કરી જાણવાજોગ ફરિયાદ કરી હતી.બનાવની તપાસ કરતા બિદડા ઓપીના જમાદાર મૂળરાજ ગઢવીથી વાત કરતા તેમણે કહ્યું કે,ઘટના બન્યાના 4 દિવસ પહેલા આ વિસ્તારમાં 15 થી 20 જેસીબી વાહનોના ટાયરના નિશાન જોવા મળ્યા હતા.

કરારની શરતો મુજબ ઠેકેદારે ગાબડું પુરાવ્યું
નિગમ સાથે થયેલા કરાર મુજબ ટેસ્ટિંગ વેળાએ નુકસાની સામે આવતા ઠેકેદારની જવાબદારી હોઈ તેના દ્વારા કામગીરી કરીને ગાબડું પુરવામાં આવ્યું છે.શનિવારે સાંજ સુધીમાં મોટાભાગની કામગીરી થઈ ગઈ હતી.

કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ પણ ઘટના વખોડી
બીદડાની કેનાલમાં ભંગાણ પડવાની ઘટનાએ માત્ર કચ્છ જ નહીં પણ ગુજરાત અને કેન્દ્ર લેવલે પડઘા પાડયા છે.અનેક નેતાઓ,લોકોએ આ બનાવને ગુજરાતનું વિકાસ મોડેલ ગણાવ્યું છે ત્યારે કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ પણ ઘટના વખોડી હતી અને તેઓએ વિડિઓ પોસ્ટ કરતા ગુજરાત મોડેલની ટીકા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...