ઉનાળામાં પાણી વિના લોકો ત્રસ્ત:નર્મદાની મુખ્ય લાઇન 4 દિ’થી બંધ, શરૂ થતા ઓછા દબાણે વિતરણ

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નળ વાટે કોટ વિસ્તારમાં પાણી ન મળ્યું
  • વિતરણ નિયમિત કરતા​​​​​​​ હજુ સાતેક દિવસ લાગી જશે

નર્મદાની મુખ્ય લાઈન 4 દિવસથી બંધ હતી અને ટપ્પર ડેમમાંથી ચોથા ભાગના દબાણે પાણી અપાતું હતું, જેથી ભુજ શહેરના અંદરના વિસ્તારોમાં નળ વાટે પાણી પહોંચ્યું નથી અને વિતરણ નિયમિત થતા હજુ સાતેક દિવસ લાગી જશે, જેથી લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.

ભુજ શહેરને પાણી પૂરું પાડવા માટે ભુજ નગરપાલિકા પાસે સ્થાનિક સ્રોત બહુ ઓછા છે અને મોટાભાગનો વિસ્તાર નર્મદાના પાણી આધારિત છે. ભુજ શહેરની અંદરના વિસ્તારોમાં પાણી સંગ્રહ માટે ઘરોઘર અન્ડર ગ્રાઉન્ડ ટાંકા નથી, જેથી ભુજ નગરપાલિકાઅે દરરોજ નળ વાટે પાણી વિતરણ કરવું પડે છે. પરંતુ, છેલ્લા ચારેક દિવસથી નર્મદાની મુખ્ય લાઈનમાંથી પાણી આવતું નથી.

ટપ્પર ડેમમાંથી ચોથાભાગના દબાણે પાણી પહોંચાડવામાં આવે છે, જેથી ભુજ નગરપાલિકાઅે શહેરની અંદરના વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં નિષ્ફળ ગઈ છે. જોકે, રવિવારે સાંજે નર્મદાની મુખ્ય લાઈનમાંથી પૂરતા દબાણે પાણી મળતું થઈ જશે. પરંતુ, પાણી સંગ્રહ શક્તિના તમામ ટાંકાઓમાં પાણી નથી, જેથી પાણી વિતરણ નિયમિત કરતા હજુ પણ સાતેક દિવસ નીકળી જાય એવી શક્યતા છે. એવું નગરપતિ ઘનશ્યામ આર. ઠક્કરે જણાવ્યું હતું.

મિરજાપર સહિતના વિસ્તારમાં પેય જળની ઘટ
તાજેતરમાં જયનગર પાસે પાણીની લાઇનમાં ભંગાણ થતા મોટાપાયે પાણી વેડફાઇ ગયું હતું. તો હાલમાં શહેરની સમીપે આવેલા મીરજાપર સહિતના ગામોમાં પણ પાણીની પરાયણ જોવા મળી રહી છે. મિરજાપરના સોસાયટી વિસ્તારોમાં હાલ અપૂરતા પાણી વિતરણને કારણે કપરા ઉનાળામાં સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...