• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Naramana Village Of Jamnagar Woman Molestation Case, Raghuvanshi Yuva Shakti Sangh In Bhuj Filed A Petition Demanding Justice

ન્યાયની અરજ:જામનગરના નરમાણા ગામે મહિલાની છેડતીનો મામલો, ભુજમાં રઘુવંશી યુવા શક્તિ સંઘે ન્યાયની માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ કોન્સ્ટેબલ દ્વારા છેડતી બાદ મળેલી બેઠકમાં મહિલાને માર મરાયો હોવાની ફરિયાદ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના નરમાણા ગામે ગત તા.24 ઓગષ્ટના મહિલા બજારમાં એક્ટિવા પર જતાં હતાં ત્યારે પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ અણછાજતી માંગણી કરી હાથ પકડ્યો હતો. આ વિશેની જાણ મહિલાએ ઘરે પહોંચી પતિને કરી હતી. ત્યારબાદ સરપંચ દ્વારા સમાધાન માટે બેઠક બોલવાઈ હતી તેમાં આરોપી કોન્ટેબલે ફરિયાદી મહિલાને માર મારી ફરાર થઈ ગયો હતો. જેની ફરિયાદ કંટ્રોલ રૂમ મારફતે કરાઈ હતી. પરંતુ આજ દિન સુધી આ કેસમાં આરોપીની અટક કરાઈ નથી કે કોઇજ ખાતાકીય પગલાં પણ લેવાયા નથી. તેથી આ મામલે મહિલાને યોગ્ય ન્યાય મળે અને આરોપીને જોગવાઈ મુજબ કડક સજા થાય એવી માગ સાથે ગુજરાતના અન્ય જિલ્લાની સાથે કચ્છ રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પોલીસ ફરિયાદના પખવાડિયા બાદ પણ આરોપી પકડાયો નથી
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આરોપીના ઈશારે તેમના સબધીઓ દ્વારા ફરિયાદી મહિલાને ફરિયાદ પરત ખેંચી લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ ફરિયાદ થવા છતાં આરોપીની હજુ સુધી અટકાયત થઈ નથી. આ વિશેની રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. પોલીસ વિભાગ પણ આરોપીને છાવરી રહી હોય એવું દેખાય છે. ત્યારે આરોપી પોલીસ કોન્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાની તાકીદે ધરપકડ કરી કાયદાકીય પગલાં લઈ પીડિત મહિલાને યોગ્ય ન્યાય મળે એવી માગ કરવામાં આવી હતી. આ વેળાએ રઘુવંશી યુવા શક્તિ સંઘના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હોવાનું વીરેન ઠક્કરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...