• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Nana Angia Teacher Conducts Karuna Abhiyan To Save Birds In Uttarayan Times, Rewards Student Who Collects Tangles Of Thread

શિક્ષકની અનોખી સેવા:નાના અંગીયાના શિક્ષક ઉત્તરાયણ સમયમાં પક્ષીઓને બચાવવા ચલાવે છે કરુણા અભિયાન, દોરાના ગૂંચ એકત્ર કરી લાવનાર વિદ્યાર્થીને આપે છે ઈનામ

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા તાલુકાના નાના અંગિયા ગામનાના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક વિશાલ વિશ્વેશ જોશી પોતાની શાળાના વિદ્યાર્થીઓના માધ્યમથી પક્ષીઓના બચાવ માટે કરુણા અભિયાન ચલાવે છે. પતંગ ચગાવ્યા બાદ ગૂંચ વાળા દોર એકત્ર કરે છે અને ગૂંચ વાળા દોર લાવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરે છે. ગામના રસ્તાઓ પર વિદ્યાર્થીઓ સાથે ફરી ફરીને ગૂંચ વાળા દોર એકત્ર કરી અન્યોને પણ પ્રેરણા આપે છે.

શિક્ષક દ્વારા પક્ષી સંવેદનાનું કાર્ય છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. આ માટે શિક્ષક સ્થાનિક સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ગૂંચ વાળા દોર આપીને રોકડ પુરસ્કાર મેળવી લેવાની અપીલ કરે છે. ખાસ કરીને ઉતરાયણ બાદ કપાયેલા દોર, ગૂંચવાયેલા દોરમાં મોટા ભાગે પક્ષીઓના પગ ફસાઈ જાય છે, જેના કારણે પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે અને અંતે મોતને ભેટે છે. ત્યારે પક્ષીઓ પતંગના દોરથી ઘાયલ ન થાય તે માટે ; ઘરની અગાશી, ધાબા અને રસ્તા પરથી નકામા દોર એકત્ર કરે છે.

આ સાથે શિક્ષક દ્વારા ચાઇનીઝ દોરના ગેરફાયદાની સમજ આપીને ચાઈનીઝ દોરાનો ઉપયોગ ન કરવાની સમજ આપવામાં આવે છે. નજીકના સ્થળોએ ઘાયલ પક્ષીઓની સેવા, સારવાર અને સુશ્રુષા માટે ઘાયલ પક્ષીઓની જાણ કરવા અને તે સ્થળે પક્ષીઓને પહોંચાડવા માટેની જન જાગૃતિ પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...