કાર્યવાહી:ઓનલાઇન વ્યવહારમાં નખત્રાણા ભુજના યુવાને 1.60 લાખ ગુમાવ્યા

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયબર પોલીસે કાર્યવાહી કરીને બંને કિસ્સામાં 53,500 પરત અપાવ્યા

હાલમાં ઓનલાઇન ઠગાઈના કિસ્સા બની રહ્યા છે ત્યારે ઓનલાઇન વ્યવહાર કરવામાં ભુજ અને નખત્રાણાના યુવાનના બેન્કખાતામાંથી રોકડા રૂ.1.60 લાખની મતા ઉપડી હતી જેથી તાત્કાલિક ભુજ સાયબર પોલીસને જાણ કરાતા જેના આધારે બંને કિસ્સામાં રૂ.53,500 ભોગ બનનારા યુવાનોને પરત અપાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ભુજના વાલદાસનગરમાં રહેતા રાહુલ ભગવાનજી ખત્રીને લોનની જરૂર હોવાથી ગૂગલ પર ઓનલાઇન લોન લેવા માટે સર્ચ કરતાં એક કંપનીનો નંબર મળ્યો હતો જેના સાથે વાતચીત થતા અરજદારને લોન આપવાની લાલચ આપી અલગ અલગ અનઓથોરાઇઝ ટ્રાન્ઝેકશન કરાવી કુલ્લ 1,97,659 ઉપાડી લીધા હતા જે બનાવમાં સાયબર સેલ પોલીસ (ભુજ એલ.સી.બી.) દ્વારા ભોગબનનારને મદદરૂપ થઇ તાત્કાલીક પત્રવ્યવહાર તથા ટેકનીકલ રીસોર્સના આધારે કુલ રકમમાંથી રૂ.18,500 અરજદારના એકાઉન્ટમાં પરત મેળવી આપ્યા હતા.

તો બીજી તરફ નખત્રાણાના મણીનગરમાં રહેતા હેનિલ હિતેશભાઇ ઠક્કરની ઓફિસનું એયર કમ્પ્રેશન બગડી જતાં ગુગલમા વોલ્ટાસ કંપનીના કસ્ટમર કેર નંબર સર્ચ કરતા તેમા જણાવેલ મોબાઇલ નંબર ૭૯૬૬૯૩૯૫૬૪ પર સંપર્ક કરતા અરજદાર પાસે મોબાઇલમાં Anydesk એપ્લીકેશન ઇન્સટોલ કરાવડાવી તેમના મોબાઇલનું એકસેસ મેળવી થોડીવારમાં જ બેન્ક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટમાંથી રૂ.35019 અને રૂ.25,000 એમ કુલ 2 અનઓથોરાઇઝ ટ્રાન્ઝેકશન કરી કુલ્લ રૂ.60,019 /- ઉપાડી લેવાયા હતા.. જે બનાવમાં નખત્રાણા પોલીસે ભુજ સાયબર સેલને જાણ કરતા અરજદારને 1,35,019 રૂપિયા પરત અપાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...