ભુજ શહેરમાં દબાણ હટાવવા અાદેશ થાય અેટલે બસ સ્ટેશન, હોસ્પિટલ રોડ સહિતના અમુક વિસ્તારોમાં નામ પૂરતી કામગીરી કરી સંતોષ માની લેવામાં અાવે છે, જેથી નગરપાલિકાને કોડકી રોડ, સરપટ ગેટ, ભીડ નાકા સહિતના વિસ્તારોમાં દબાણો કેમ નથી હટાવાતા અેવા મેણા સાંભળવા પડતા હોય છે. જોકે, અેન.યુ.અેલ.અેમ. શાખાઅે દબાણ શાખાને સાથે રાખીને અે મેણું ભાંગવા કામગીરી શરૂ કરી છે.ભુજ નગરપાલિકાની દબાણ શાખાને મરજીમાં અાવે અેની સામે જ કામગીરી થતી હોવાની ફરિયાદ અવારનવાર થતી રહી છે અને દબાણ શાખા શંકાના દાયરામાં અાવી જતી હોય છે.
જોકે, છેલ્લા કેટલાક સમયથી શહેરી ફેરીયાના હિતમાં કામ કરતી અેન.યુ.અેલ.અેમ. શાખાને પણ દબાણ હટાવ કામગીરીમાં સમજાવટથી કામ લેવાનું શરૂ કર્યું છે, જેથી લારી ગલ્લા અને પાથરણા પાથરી ધંધો કરનારા સહકાર અાપી રહ્યા છે. હવે કોડકી રોડ પાસે ટ્રાફિકને અડચણ રૂપ દબાણો હટાવવા માટે અેન.યુ.અેલ.અેમ. શાખાના મેનેજર કિશોર શેખાઅે લારી ગલ્લાવાળાને ટ્રાફિકને અડચણ રૂપ ન થવાય અેવી રીતે અંદરના ભાગે ખસી જવા સમજાવટથી કામ લેવાનું શરૂ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.