ધંધામાં હાથ નાખવા થનગનાટ:સફાઈ વેરો વસુલવાનો ઠેકો લેવા પાલિકાના કર્મચારીઓને રસ રુચિ

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • આડી આવકનો સ્રોત હોઈ ધંધામાં હાથ નાખવા થનગનાટ

ભુજ નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો ઉપર લારી ગલ્લા રાખી ધંધો કરનારા પાસેથી સફાઈ વેરો વસુલવામાં અાવે છે. જે મોટેભાગે અાડી અાવકનો સ્રોત બની રહેતો હોય છે, જેથી તેનો ઠેકો લેવા માટે પણ પાલિકાના અમુક કર્મચારીઅોઅે થનગનાટ જોવા મળ્યો હતો. જોકે, તેમની કારી ફાવી ન હતી.

પાલિકા દ્વારા લારી ગલ્લાવાળા પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસુલી નથી શકાતો, જેથી અેકમાત્ર સફાઈ વેરો લાદવામાં અાવે છે. જે અામ તો નજીવો હતો. પરંતુ, છેલ્લે અોછામાં અોછું મહિને 30 રૂપિયા અને વધુમાં વધુ જગ્યા ઉપરાંત ધંધો જોઈને ક્રમશ: વધુ લેવાનું ઠરાવાયું છે. જોકે, કર્મચારીઅો તમામ લારીગલ્લાવાળા પાસેથી વસુલી નથી. શકતા. છેલ્લે સાતેક વર્ષ પહેલા અે વસુલાત દરમિયાન પાલિકાના કર્મચારીઅો ઉપર હુમલો પણ થયો હતો અને તેના પગલે પોલીસે ભુજ ઈંગ્લીશ સ્કૂલ રોડ ઉપરથી લારી ગલ્લાને ખસેડ્યા પણ હતા. જે બાદ સફાઈ વેરો વસુલવા ઠેકો અાપવાની વાતો થઈ હતી.

જે ઠેકો મેળવવા અાજ પણ ભુજ નગરપાલિકાના અમુક કર્મચારીઅોમાં જ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. કેમ કે, અાડી અાવકનો સ્રોત છે, જેથી અે ધંધામાં પણ હાથ નાખવા રસ રુચિ દાખવતા હોય છે. અલબત્ત ઠેકેદાર તરીકે અન્ય નામ બતાવાની છટકબારીનો લાભ લેવાની ગણતરીથી કામ રાખવામાં અાવતું હોય છે. જોકે, અેવા કર્મચારીઅોને સફળતા મળી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂકંપ પહેલા સિટી બસ સેવા શરૂ કરાઈ ત્યારે નગરપાલિકાના કર્મચારીઅો જ ડ્રાઈવર અને કંડકટર રખાયા હતા. પરંતુ, ડ્રાઈવર કંડકટર દ્વારા ભ્રષ્ટાચાર થયો હતો, જેથી નગરપાલિકાની સિટી બસ ભારે ખોટ કરતી હતી. જે બાદ સિટી બસનો પણ ઠેકો અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...