આનો અંત ક્યારે ?:પાલિકાનો ઢોરવાડો તો ખરો જ માર્ગો પણ પશુઓથી ભરેલા !

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુધરાઇનો ઢોરવાડો - Divya Bhaskar
સુધરાઇનો ઢોરવાડો

શહેરમાં ઢોરો પાંજરે પુરાઇ અને લોકોને હાશકારો ક્યારે મળશે તે તો ભગવાન (સુધરાઇ) જાણે, પરંતુ હાલ રાહદારીઓ અને વાહનચાલકો આ રખડતા ઢોરોથી ત્રસ્ત થઈ ગયા છે. હાઈકોર્ટે ફટકાર લગાવી તો પણ જવાબદાર તંત્ર કોઈ કડક કાર્યવાહી નથી કરતું.

ગત 28 ઓગષ્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ આવ્યા ત્યારે બે દિવસ અગાઉ ઢોર પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ કામગીરી ઠંડી પડી ગઈ. ભુજીયાની તળેટીમાં આવેલા નગરપાલિકાના ઢોરવાડામાં સોમવારે બસ્સોમાંથી માત્ર પચાસેક ગૌવંશ જોવા મળ્યા હતા.

બાકીના તેમના માલિકો છોડાવી ગયા હોય તો તે ફરીથી રસ્તાઓ પર ન દેખાય તેવું આયોજન કરવું જોઈએ. બંને તસવીરમાં જોઈ શકાય છે કે, સુધરાઈના ઢોરવાડામાં પચાસ ઢોર છે, તો રસ્તાઓ પર સેંકડો ગાય, વાછરડા અને આખલા જોવા મળે છે. રખડતા ઢોરો કોઈને અડફેટે લઈ અને જીવ લે તે પહેલાં કોઈ નક્કર કામગીરી કરવી જોઈએ.

સમયસર ઢોર નહીં છોડાવી જાય તો પાંજરાપોળમાં મૂકી દેશું : સુધરાઇ પ્રમુખ
15 દિવસથી વધુ સમય થઇ ગયો છતાં પણ હજુ સુધરાઇના ઢોરવાડામાં 190 ગૌવંશ છે. જેના માલિકો દંડ ભરીને છોડવી નથી ગયા. આ અંગે નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ આર ઠક્કરે જણાવ્યું હતું કે, જો સમયસર પશુ માલિકો તેમના ઢોર છોડાવી નહીં જાય તો પાંજરાપોળ મૂકી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...