ભુજ શહેરની અાર.ટી.અો. રિલોકેશન સાઈટમાં અજાણ્યા અને શંકાસ્પદ શખ્સો દ્વારા ચહલપહલ વધી ગઈ છે. શંકા ઉપજાવે તેવી તેમની હરકતોથી રહેવાસીઅોમાં ભય ફેલાયો છે, જેથી બી ડિવિઝન પોલીસ ઈન્સ્પેકટર પાસે બંદોબસ્તની માંગણી કરવામાં અાવી હતી.
ભુજ નગરપાલિકાના નગરસેવક કશ્યપ ગોરે વધુ વિગતો અાપતા જણાવ્યું હતું કે, છેલ્લા પંદરેક દિવસથી શેરી નંબર 17, 18 અને 19 સ્થિત હિન્દી માધ્યમિક શાળાની સામે બાળકો રમતા હોય ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા ફોટા પાડવામાં અાવે છે. અજાણી મહિલાઅો ઘરે ઘરે ફરીને પાણી માંગી રહી છે. મંગળવારે રાત્રે 10.30થી 11 વાગ્યા દરમિયાન અેક સ્કોર્પિયો શેરી અંદર અાવી હતી અને અજાણ્યા શખ્સોઅે ફોટા લેવાનું શરૂ કર્યું હતું. રહેવાસીઅોઅે તેમનો પીછો કર્યો હતો, જેથી અજાણ્યા શખ્સો ગાડી હંકારીને ભાગી છૂટયા હતા.
રજુઅાતમાં દિપક ચાવડા, વિમલ બુદ્ધભટ્ટી, મેહુલ બુધ્ધભટ્ટી, બીપીન સોની, ધર્મેશ ભાનુશાલી, અર્જૂન પોમલ, વેદાંત પટ્ટણી, રાજેશ માંકડ સહિતના જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રિલોકેશન સાઈટોમાં મોટાભાગના લોકો પોતપોતાના ઘરોમાં હોય છે અને માર્ગો સૂનસામ હોય છે. અા અગાઉ રાવલવાડી રિલોકેશન સાઈટના રહેણાક વિસ્તારોમાં ચોરીઅો થઈ હતી.
રઘુવંશીનગર ચોકડી પાસે તો કેટલાક દારૂ પીધેલા યુવાનીઅોઅે રાત્રિના ભાગે ધારિયા તલવાર જેવા ઘાતક હથિયારોથી દોડધામ મચાવી હતી. હવે અાર.ટી.અો. રિલોકેશન સાઈટમાં અજાણ્યા શખ્સોની શંકાસ્પદ ચહલપહલે રહેવાસીઅોમાં ભય ફેલાવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત રાખવામાં અાવે અે જરૂરી બની ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.