લોકોમાં શોક:બન્નીના એવોર્ડ વિજેતા ભાગિયા માલધારીની વિદાયથી શોક ફેલાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેંસની નસલના શ્રેષ્ઠ સંવર્ધન માટે આપ્યું હતું યોગદાન

બન્ની-પચ્છમના એવોર્ડ વિજેતા ભાગિયા માલધારીની ચીર વિદાયથી લોકોમાં શોક ફેલાયો છે.બન્ની અને પચ્છમમાં કોઇપણ માલધારી જણ બચ્ચાને પૂછો કે, બન્ની ભેંસ માટેનો શ્રેષ્ઠ ભાગિયો કોણ, તો નિશંકપણે અેક જ જવાબ મળે કે, હાજી મુસા. બન્નીમાં ભાગિયો અેટલે કે, જે માલધારી પશુ સંવર્ધન, પશુ ઉછેર અને પશુ આરોગ્ય વિશે વિશેષ કોઠાસુઝ, પરંપરાગત જ્ઞાન ધરાવતો હોય તેને ભાગિયો કહેવાય છે.

વર્ષ 2009મં લાઇફ નેટવર્ક અને નેશનલ બ્યૂરો અોફ અેનીમલ જીનેટીક્સ રિસોર્સીસ (આઇ.સી.એ.આર.) દ્વારા હાજી મુસાને વર્ષોથી અેક જ નસલને શુધ્ધ નસલ તરીકે જાળવી રાખવા બદલ બ્રીડ સેવીયર અેવોર્ડથી સન્માનિત કરાયા હતા. બન્નીના શ્રેષ્ઠ ભાગિયા હાજી મુસા હાજી અબ્બાસ નોડેનું 80 વર્ષની જૈફ વયે નિધન થતાં બન્ની-પચ્છમના માલધારી આલમમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.

તેમની ભેંસ અને પાડાની માંગ ન માત્ર કચ્છ પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતમાં રહેતી હતી. તેમની પાસે છલ્લી, વઘાઇ, મોર, મદન જેવા નામની અનેક ભેંસો હતી, જે પૈકી છલ્લી નસલની ભેંસ વર્ષો પહેલા સીંધથી લાવ્યા હતા. તેઅો 2008થી બન્નીના પશુ મેળાઅોમાં પશુ નસલ હરીફાઇના પંચ તરીકે સેવા આપી રહ્યા હતા. બન્ની માલધારી સંગઠનના સાલેમામદ હાલેપોત્રા, બન્નીના આગેવાનો અને સહજીવન સંસ્થાઅે શ્રધ્ધાંજલિ અર્પી હોવાનું સંસ્થાના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...