સારવાર:કપરી પરિસ્થિતિમાં સફળ ડિલિવરી કરીને માતા-પુત્રને બચાવી લેવાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકના ગળા-પગમાં ગર્ભનાળ વિંટળાયેલી હતી
  • ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્રના મિડવાઈફની કામગીરીને બિરદાવી આભાર માન્યો

સમયસૂચકતા અને આવડતથી ગંભીર પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક પ્રસૂતિ કેવી રીતે કરાય તેનું ઉદાહરણ ખાવડા સીએચસીમા સામે આવ્યું છે.ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોડી રાતે 9 : 30 વાગ્યાના અરસામાં કંચનબેન નામના પ્રસૂતાને તેમના પરિજનો લઈને આવ્યા ત્યારે અત્યંત દુખાવો થવાથી તેમને તાત્કાલિક લેબરરૂમમાં લઈ જવાયા અને આવ્યા અને ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મીડવાઈફ સુનીતાબેન ભાદરકાએ કંચનબેનની સલામત પ્રસૂતિ કરાવી હતી. નવજાત બાળકના ગળા અને પગના ભાગમાં ગર્ભ નાળ વિંટળાએલી હતી.

મીડ વાઈફ સુનીતાબેને તેને વ્યવસ્થિત કરીને સાવચેતી અને સાવધાની પૂર્વક બાળકનો સલામત જન્મ કરાવ્યો હતો.સુનીતાબેન ભાદરકા જણાવે છે કે,આ પ્રસૂતિ જોખમી હતી. ગર્ભનાળનું દબાણ બાળકના ગળા પર હતું અને ગળું દબાતું હતું અને નાળ પગમાં પણ વીંટાએલી હતી. ગર્ભનાળ પર કોઈ પણ જગ્યાએથી દબાણ આવે તો બાળકના ધબકારા બંધ થવાની પૂરી શક્યતા હતી. આ સ્થિતિમાં સુનીતાબેને બાળકને બચાવતા કંચનબેનની સુરક્ષિત અને સફળ પ્રસૂતિ કરાવી હતી તેમજ ખિલખિલાટ વાનમાં સુરક્ષિત રીતે પહોંચતા કર્યા હતા.ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસર ડૉ.રોહિતભાઈ ભીલે અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...