ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીઅેસસી) દ્વારા રવિવારે રાજ્યમાં વર્ગ-1 અને 2ની 102 જગ્યા ભરવા માટેની પરીક્ષા લેવાઇ હતી. કચ્છમાં ભુજની 12 શાળાઅોમાં લેવાયેલી પરીક્ષામાં નોંધાયેલા 2776 પૈકી અડધાથી પણ વધુ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.
ગુજરાત વહીવટી સેવા વર્ગ-1-2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રીલિમ પરીક્ષા ભુજ શહેરની 12 શાળાઓ ઇન્દરાબાઇ ગર્લ્સ હાઇસ્કુલ, ઓલફ્રેડ હાઇસ્કૂલ, માતૃછાયા કન્યા, વિધાલય, શેઠ વી.ડી.હાઇસ્કૂલ, આર.ડી.વરસાણી સ્કૂલ, મા આશાપુરા હાઈસ્કૂલ, સ્વામીનારાયણ વિધાલય, મુસ્લિમ એજયુકેશન સ્કૂલ, જૈનાચાર્ય અજરામરજી હાઇસ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, સેન્ટ એન્ડ્રુસ હાઈસ્કૂલ-હરીપર, ચાણકય એકેડમી ખાતે યોજવામાં અાવી હતી.
જિલ્લાના કુલ 2776 ઉમેદવારોઅે ફોર્મ ભર્યા હતા અને પરીક્ષા અાપવાના હતા પરંતુ રવિવારે યોજાયેલી પરીક્ષા દરમ્યાન પેપર-1માં માત્ર 1195 લોકોઅે પરીક્ષા અાપી હતી અને 1581 ગેરહાજર રહ્યા હતા. જયારે પેપર-2માં ઘટીને 1173 લોકોઅે જ પરીક્ષા અાપી જયારે 1603 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. પરીક્ષાના ઝોનલ અધિકારી તરીકે દીપિકાબેન વી. પંડ્યાઅે વ્યવસ્થા સાંભળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.