સાનુકૂળ પ્રતિસાદ:કચ્છની છ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 14,259થી વધુ નવા મતદારો કરશે મતદાન

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદારયાદી સુધારણા ઝુંબેશને મળતો સાનુકૂળ પ્રતિસાદ : 3054 મતદારોના નામ કમી
  • ચૂંટણીકાર્ડ અાધારકાર્ડ સાથે લીંક માટે 99,622 લોકોઅે કરી અરજી

કચ્છમાં મતદાર યાદી સુધારણા યોજના હેઠળ નવા મતદારોની નામ નોંધણી, નામ કમી તેમજ ચૂંટણીકાર્ડને અાધારકાર્ડથી લીંક કરવા સહિતની કામગીરી કરવામાં અાવી રહી છે, જેને સાનુકૂળ પ્રતિસાદ સાપડી રહ્યો છે અને અાગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 14,259થી વધુ નવા મતદારો મતદાન કરશે અને 3054 લોકોના નામ કમી માટેના ફોર્મ ભરવામાં અાવ્યા છે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી.કે. પટેલ જણાવ્યું હતું કે, મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે 14,259 મતદારોઅે ફોર્મ નં.6, નામ કમી કરવા માટે 3054 લોકોઅે ફોર્મ નં.7, ચૂંટણીકાર્ડને અાધારકાર્ડથી લીંક કરવા માટે 99,622 અરજદારોઅે ફોર્મ નં.6(ખ) તેમજ મતદારયાદીમાં સુધારો કરવા માટે 6717 લોકોઅે ફોર્મ નં.8 ભર્યા છે.

અત્રે અે પણ નોંધનીય છે કે, દર રવિવારે મતદારયાદી સુધારણા માટેની ખાસ ઝુંબેશ ચાલી રહી છે. અા ઝુંબેશ હજુ તા.11-9-22ના પણ થવાની હોઇ તા.4-9-2022ની સ્થિતિઅે મળેલા ફોર્મમાં હજુ વધારો ગઇ શકે છે અને નવા મતદારોની સંખ્યા પણ વધી શકે છે.

કોરોના વખતે મૃત્યુ પામેલા મતદારોના નામ કમી કરાયા
અાગામી ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન થાય તે દિશામાં પ્રયાસો કરાઇ રહ્યા છે, જેથી કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેવા તેમજ વિવિધ સુરક્ષા અેજન્સીઅોમાં કચ્છમાં ફરજ બજાવ્યા બાદ હવે અન્ય રાજ્ય કે, જિલ્લામાં ફરજ બજાવતા હોય તેઅોનું કચ્છની મતદારયાદીમાં નામ હોય તેવા મતદારોના નામ મતદારયાદીમાં કમી કરવા માટેની કામગીરી તંત્ર દ્વારા ઘરોઘર જઇને કરવામાં અાવી રહી છે.

તંત્ર દ્વારા ચાલતી તૈયારીઅો : ઇવીઅેમ, વીવીપેટનું નિદર્શન
કચ્છના વહીવટી તંત્રઅે ચૂંટણીને લઇને તૈયારીઅો અારંભી દીધી છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી.કે. પટેલે જણાવ્યું હતું કે, હાલે ઇવીઅેમ અને વીવીપેટના નિદર્શન માટેની કામગીરી કરવામાં અાવી રહી છે. જિલ્લા મથક ભુજમાં કલેક્ટર કચેરી ખાતે તેમજ તાલુકા મથકોઅે મામલતદાર કચેરીઅોના જનસેવા કેન્દ્રોમાં તાલીમ કેન્દ્ર ઉભું કરાયું છે, જયાં મતદારોને મતદાન કેવી રીતે કરવું અને તેમણે અાપેલો મત તે જ વ્યક્તિને મળ્યો છે કે કેમ તે જોવા માટે ઇવીઅેમ, વીવીપેટના િનદર્શન માટેની તાલીમ અપાય છે. વધુમાં સંબંધિત સેક્ટર અોફિસરો દ્વારા પણ નિદર્શનની સાથે મતદાર જાગૃતિની કામગીરી કરવામાં અાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...