રજૂઆત:નર્મદા કેનાલમાં પાણી છોડવા ધારાસભ્ય વાસણ આહિરે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને માગ કરી

કચ્છ (ભુજ )2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિ પાક મેળવવા ખેડૂતો માટે નર્મદાનું પાણી અનિવાર્ય હોવાનું દર્શાવ્યું

પૂર્વ કચ્છના ફતેહગઢ સંપ હાઉસથી નીકળતી નર્મદા કેનાલમાં વિભાગ દ્વારા છેલ્લા એક માસથી સમારકામ ચાલી રહ્યું છે અને સંભવત દિવાળી બાદ કેનાલમાં નર્મદાના પાણીનું આગમન થઈ શકે છે. જોકે રવિ પાક મેળવવા હાલ ખેડૂતોને નર્મદાનું પાણી અનિવાર્ય હોવાનું જણાવી અંજાર ધારાસભ્ય અને પૂર્વ રાજયમંત્રી વાસણ આહિરે દિવાળી પહેલાજ કેનાલમાં પાણી છોડવામાં આવે એવો ભલામણ પત્ર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આલેખીને કર્યો છે. પત્રમાં ખેડૂતોને નર્મદા નિર રૂપી દિવાળી ભેટ આપવા પણ જણાવાયું છે.

ખેડૂતોને રવિ સીઝનમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે પાણી આપવા માગ કરાઈ
અંજાર મત વિસ્તારના ધારાસભ્ય વાસણ આહિરે મુખ્યમંત્રીને પાઠવેલા પત્ર વિશે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા યોજના કેનાલમાં પાણી છોડવા માટે મને કિસાન સંઘ તેમજ વિવિધ જીલ્લા અને તાલુકા પંચાયતના તેમજ સંગઠનના પદાધિકારીઓ તેમજ વિવિધ ગામોના સરપંચો તેમજ ખેડૂત મિત્રો દ્વારા ખેડુતોને રવિ સીઝનમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે તાત્કાલિક અસરથી કચ્છની નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવે તો સિંચાઈનો લાભ મળી શકે અને રવિ પાક વાવી શકાય અને ચોમાસામાં વાવેતર કરેલા પાકને પણ કાયદો મળી રહે. ખાસ કરીને વિભાગ દ્વારા હાલ ચાલી રહેલા કેનાલ સમારકામમાં ઝડપ લાવી પૂર્ણ કરવામાં આવે તો પાણી વહેલાસર મળી શકે.

ઉલ્લેખનીય છે ભચાઉ પ્રાંત કચેરી સામે ભારતીય કિશાન સંઘના નેજા હેઠળ આજે ભચાઉ અને રાપર કિશાન સંઘના ખેડૂતો દ્વારા નર્મદા પાણીની માગ સાથે પ્રતીક ધરણાં પ્રદર્શન યોજાયા હતા.

અન્ય સમાચારો પણ છે...