કામગીરી:દેશલસરનું આજથી ખાણેતરું શરૂ થશે, જળકુંભી કાઢી ગંદા પાણી બહાર કાઢવાની કામગીરી પૂર્ણતાના આરે

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પહેલાં - Divya Bhaskar
પહેલાં
  • ખેડૂતો જમીનના 7/12 અને આધારકાર્ડ બતાવી માટી ઉપાડી લઈ જઈ શકશે

ભુજ શહેરના ભીડનાકા બહાર અાવેલા રાજાશાહી વખતના દેશલસર તળાવમાં ગટરના પાણી અને અનિચ્છનીય વનસ્પતિ જળકુંભી ઊગી નીકળી હતી. જેને ઉખેડી ફેંકી ગંદા પાણી પણ ઉલેચી લેવાયા છે. નગરપતિઅે તળાવની પહેલાની અને હાલની સ્થિતિ બતાવીને કામગીરીનો પ્રગતિ અહેવાલ રજુ કર્યો હતો. નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે જણાવ્યું હતું કે, ચેનઈની બિન સરકારી સંસ્થા અેન્વાયરમેન્ટાલીસ્ટ ફાઉન્ડેશન અોફ ઈન્ડિયાના સહયોગથી દેશલસર તળાવમાંથી જળકુંભી ઉખેડી અને ગુજરાત ડિઝાસ્ટ મેનેજમેન્ટના બે મોટા મશીનની મદદથી ગટરના પાણી દૂર કરવાની સફળતા મેળવી છે.

હવે
હવે

ગટરની ચેમ્બરની પણ મરંમત કરી દેવાઈ છે. તળાવમાં કિચડ અને માઢી કાઢવા જરૂરી છે, જેથી શુક્રવારથી ખાણેતરું શરૂ થશે. ખેડૂતો 7/12 અને આધારાર્ડ બતાવીને પોતાના વાહન મારફતે માટી ઉપાડી શકે છે. તેમણે ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, કારોબારી ચેરમેન જગત વ્યાસ, સેનિટેશન ચેરમેન કમલ ગઢવીના માર્ગદર્શનથી ઈજનેર પ્રજ્ઞેશ મકવાણા અને મિલન ઠક્કર ઉપરાંત સુરેશ ચાંદુજીની કામગીરીને પણ વખાણી હતી.

અન્ય સમાચારો પણ છે...