પ્રિકોશન ડોઝનો અભાવ:બુસ્ટર ડોઝ ખાનગી સેન્ટરમાંથી લેવા લોકોને મેસેજ પહોંચ્યા પણ કયાં જવાનું...!

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કેસ દેખાતા રસીકરણ માટે જાગૃતો દોડતા થયા પણ પ્રિકોશન ડોઝનો અભાવ

છેલ્લા ત્રણ મહિનાથી કચ્છમાં કોરોનાના નહીંવત કેસ હોવાથી રસીકરણની કામગીરીમાં અોટ અાવી ગઇ હતી પરંતુ હાલમાં ફરીથી અેકાદ-બે કેસ જોવા મળી રહ્યા છે, ત્યારે અમુક જાગૃતો ફરી પોતાના બાકી રહી ગયેલા પ્રિકોશન ડોઝ લેવા માટે દોડાદોડ કરી રહ્યા છે. જો કે તેમના ફોનમાં કોવિન પોર્ટલ મારફતે મેસેજ અાવે છે કે તમે પ્રિકોશનના ડોઝના લાભાર્થી છો અને તમારે ખાનગી સેન્ટરમાં જઇને સ્વખર્ચે ત્રીજો ડોઝ લેવાનો રહેશે. હવે સવાલ અે થયો છે કે જિલ્લાના કયા ખાનગી સેન્ટર પર પ્રિકોશન ડોઝ લેવા માટે જવાનું.

કોવિનની વેબસાઇટ પર ચેક કરીઅે તો ચાર સેન્ટર જોવા મળે છે પરંતુ તે ખાનગી કંપનીઅોના છે, જેમાં માત્ર કંપનીમાં કામ કરતા લોકોને જ રસી મળી શકે છે. તેમજ ગામડાઅોના સબ સેન્ટર અને અમુક દવાખાનાઅોમાં રસીકરણની કામગીરી બંધ થઇ ગઇ છે. મોટા દવાખાનાઅોમાં ડોઝ રાખવામાં અાવ્યા છે જયાં લોકો જાય તો તમને અહીં રસી ન મળી શકે તેવુ કહેવામાં અાવતું હોવાનું સામે અાવ્યું છે.

સરકારી કેન્દ્રોમાં બાળકોને તેમજ લાભાર્થીઅોને પહેલો કે બીજો રસીકરણનો ડોઝ મળે છે પરંતુ 18 વયની ઉપરના લોકોને ત્રીજો ડોઝ લેવો હોય તો ખાનગી સેન્ટરમાં અંદાજીત 300 રૂપિયા ચૂકવીને રસી લેવાની રહે છે. અગાઉ ભુજમાં 25 જેટલી હોસ્પિટલો તરફથી અા માટે અરજી પણ કરવામાં અાવી હતી જો કે કોઇ કારણોસર અેકેય હોસ્પિટલને મંજૂરી અપાઇ નથી. જેથી ભુજમાં ખાનગી હોસ્પિટલોમાં ડોઝ ઉપલબ્ધ નથી. દરમિયાન અાદિપુરની અેક હોસ્પિટલને મંજૂરી અપાઇ હોવાનું સામે અાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, અત્યાર સુધીમાં કચ્છમાં 71,106 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જો કે, મોટા ભાગના આરોગ્ય કર્મચારીઓ સહિત સરકારી કર્મચારીઓ અને યુવાઓએ પણ કોરોના નથી તેમ માની ત્રીજો ડોઝ લેવામાં આળસ બતાવી છે.

અન્ય સમાચારો પણ છે...