ધાર્મિક:બુધનું વૃષભ રાશિમાં વક્રી ભ્રમણ શરૂ, વ્યવસાય-ધંધામાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડી શકે

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 23 દિવસ વક્રી ભ્રમણ કરશે, કર્ક રાશિના લોકોને આવકના નવા સ્ત્રોત મળશે

બુધનું વૃષભ રાશિમાં વક્રી ભ્રમણ શરૂ થશે, જે સતત 23 દિવસ ભ્રમણ કરશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વ્યાપાર, વ્યવસાય કે ધંધામાં ધાર્યા મુજબના અપેક્ષિત લાભો ન થાય અને પ્રતિકૂળતાઓને વધુ સામનો કરવાનો અવસર આવે.બેન્કિંગ કે વીમાક્ષેત્રે વધુ ફ્રોડ ની સંભાવના તેમજ રોંગ કોલ કરીને ચીટીંગ કે છેતરપિંડીના વધુ બનાવો જોવા મળે.તેમજ બ્લેક માર્કેટિંગ,છળ, કપટ બોલી ને છેતરપિંડી નો વધુ ભોગ જનતા બને.જેથી સાવચેતી રાખવી આવશ્યક બની રહેશે.

વૃષભ રાશિના લોકોને જૂના રોકાણાેમાંથી ફાયદો થવાનો પૂરેપૂરો યોગ
મેષ રાશિ(અ.લ.ઈ) :
વાણી વિલાસ થી સંબંધો બગડી શકે.નવાં રોકાણો ખૂબ વિચાર કરીને કરવા {વૃષભ રાશિ (બ. વ. ઉ) : આપની બુદ્ધિક્ષમતા ખીલશે તેમજ જૂનાં રોકાણોમાંથી ફાયદો થવાના પૂરેપૂરા યોગ બને છે.
મિથુન રાશિ (ક. છ. ઘ) : કોઈ જૂનો રોગ ઉથલો ન મારે તેનું ધ્યાન રાખવું. ખર્ચાઓમાં વધારો થાય તેમજ સ્ટ્રેસમાં વધારો થાય.
કર્ક રાશિ (ડ. હ) : આપને નવાં ક્ષેત્રોમાંથી નફો રળવાની તક પ્રાપ્ત થાય.વડીલો મારફતે નવા આવકના સ્ત્રોત મળી આવે.
સિંહ રાશિ (મ. ટ) : રોકાણો માટે શ્રેષ્ઠ સમય આપે. કાર્યસ્થળે સહકર્મીઓ સાથે સાવધાની વર્તવી.
કન્યા રાશિ (પ. ઠ. ણ) : નસીબના બળે લેવાતા નિર્ણયોમાં નિષ્ફળતા પ્રાપ્ત થાય. વડીલ વ્યક્તિઓ સાથે દલીલબાજી ન થાય તેનું ધ્યાન રાખવું.
તુલા રાશિ (ર. ત) : ગણતરીઓ ઊંધી પડે,બેકઅપ પ્લાન રાખવો.
વૃશ્ચિક રાશિ (ન. ય) લગ્ન જીવનમાં ઉતાર-ચઢાવ. કુંવારાને પ્રપોઝલના યોગ,પરણેલાને લગ્નજીવનમાં ખટરાગની સંભાવના.
ધન રાશિ (ભ. ફ. ધ. ઢ ) : રોગ, ઋણ, શત્રુમાં વધારો કરે.કોઈને ઉછીના પૈસા ન આપવા.
મકર રાશિ (ખ. જ) : સંતાનપ્રાપ્તિ માટેનો શ્રેષ્ઠ સમય. સરકારી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ સમય.
કુંભ રાશિ (ગ. શ. સ) : માતાની તબિયતનું ધ્યાન રાખવું. નોકરીયાત વર્ગ ને બદલી સંભવ.
મીન રાશિ (દ. ચ. ઝ. થ) : જૂના મિત્રોને મળવાના યોગ. મીડિયા, ટૂરિઝમ તેમજ કોમ્યુનિકેશન ક્ષેત્રોમાં કાર્યરત લોકોને લાભ. ભાઈ-બહેન સાથે યાત્રાના યોગ.

અન્ય સમાચારો પણ છે...