ભુજ તાલુકામાં પ્રકૃતિ ખીલી ઉઠી:આજે મેઘરાજાએ વિરામ લેતા ઝુરા ગામ પાસે મેઘઘનુષ સર્જાયું, જુઓ વીડિયો

કચ્છ (ભુજ )3 મહિનો પહેલા
  • સમગ્ર ગામને આવરી લેતા મેઘઘનુષને લોકોએ મનભરીને નિહાળ્યું

કચ્છમાં મેઘરાજાએ કરેલી મેઘમહેર બાદ ચૌ તરફ પ્રકૃતિ ખીલી ઉઠી છે. આજે ભુજ તાલુકાના ઝુરા ગામે આકાશમાં આંશિક ઉઘાડ નીકળતા સપ્તરંગી મેઘઘનુષ સર્જાયું હતું. કુદરતે આકાશમાં પુરેલા રંગોથી અદભુત નજારો ઉભો થયો હતો. આકાશમાં સર્જાયેલા આ મનમોહક દ્રશ્યને ગ્રામજનોએ મનભરીને નિહાળ્યું હતું. અને પોતાના મોબાઈલ ફોનના કેમરામાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર દૃશ્યો વહેતા કર્યા હતા.

લોકોએ કામ મૂકી પહેલા મેઘઘનુષ નિહાળ્યું
જિલ્લા મથક ભુજથી 25 કિલોમીટર દૂર આવેલા ઝુરા ગામે સર્જાયેલી આકાશી મેઘઘનુષથી સુંદર નજારો જોવા મળ્યો હતો. 5 હજારની વસ્તી ધરાવતા ઝુરા ગામને સાંકડી લેતું મેધધનુષ લાંબા સમય સુધી યથાવત રહેવા પામ્યું હતું. પશુપાલન અને ખેતી આધારિત આ ગામના લોકોએ કુદરતની આ કળાને અન્ય કામ પડતા મૂકી નિહાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...