દિલધડક રેસ્ક્યુ:અબડાસાની લાખણીયા નદીના વહેણમાં ફસાયેલા બે લોકોને મરીન કમાન્ડો, ગામલોકો અને પોલીસે બચાવ્યા

કચ્છ (ભુજ )2 મહિનો પહેલા
  • નદીમાં પૂર હોવા છતાં પસાર કરવા જતા બંને લોકો ફસાયા હતા

અબડાસાના તેરા અને નેત્રા રોડ વચ્ચે આવેલી લાખણીયા નદી વરસાદના કારણે બે કાંઠે વહી રહી છે. જ્યાં જિલ્લા વહીવટીતંત્રને શનિવારના રોજ બે લોકો ગાડી સાથે લાખણીયા નદીના વહેણમાં ફસાયા હોવાની મળતા પ્રાંત અધિકારીએ તાત્કાલિક સૂચના આપીને બચાવ માટે પોલીસ અને મરીન કમાન્ડોની ટીમને સ્થળ પર રવાના કરી હતી. પાણીના વહેણનું જોર વધારે હોવાથી ભારે જહેમત બાદ ગામના લોકો, પોલીસ અને મરીન કમાન્ડોના સંયુક્ત પ્રયાસોથી બંને લોકોને ભારે જહેમત બાદ બચાવી લેવાયા હતા.

મરીન કમાન્ડો અને ગ્રામજનોના સયુંકત રેસ્ક્યુ ઓપરેશનમાં બે જણના જીવ બચ્યા
આ વિશે પ્રાંતલ અધિકારી જૈતાવતે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ પોલીસ, મામલતદાર અને મરીન કમાન્ડોની ટીમને સૂચના આપીને તરત જ ટીમ સ્થળ પર રવાના કરવામાં આવી હતી. પાણીનું તાણ વધારે હોવાથી મરીન કમાન્ડો સિવાય બેકઅપ તરીકે એનડીઆરએફ તેમજ બીએસએફની ટીમને પણ રવાના કરાઈ હતી. જોકે, મરીન કમાન્ડો, ગામ લોકો અને પોલીસના સંયુક્ત પ્રયાસોથી આ બંને લોકોને સલામત રીતે બચાવી લેવાયા હતા. બનાવ ત્યારે બન્યો હતો જ્યારે બન્ને લોકો નદી પાર કરી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...