• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Manipulation Of The Land Record Map To Save The Owner 12 Crores From The Land That Would Be Deducted During The Construction Of The Ring Road

વાસ્તવિક ચિત્ર:રીંગ રોડના નિર્માણ વખતે કપાતમાં જતી જમીન બચાવી માલિકને 12 કરોડનો ફાયદો કરાવવા જમીન રેકર્ડના નકશામાં છેડછાડ

ભુજ21 દિવસ પહેલાલેખક: પ્રકાશ ભટ્ટ
  • કૉપી લિંક
  • ધરતીકંપ બાદ ભુજનો વિસ્તાર વધતા ભાડાએ શહેરને ફરતે રસ્તા બનાવવા ડેવલપમેન્ટ પ્લાન ઘડ્યો હતો
  • જમીન માપણીની કાર્યવાહી સમયે સર્વે નંબર 114/2ના વિસ્તારને સરકારી જમીન બાજુ ખસેડવામાં આવી
  • રીંગ રોડ માટે તૈયાર કરવામાં આવેલો નક્શો તેમજ હાલની સોસાયટીનો ગુગલ મેપ

કચ્છમાં અગાઉ પણ એવા કિસ્સા બન્યા છે કે જેમાં ખાનગી જમીનના માલિકને ફાયદો કરાવવા માટે જમીન રેકર્ડ કચેરી દ્વારા માપણી સીટ પર નકશાની મૂળ જગ્યાને બદલે ફેરફાર કરી અન્ય જગ્યાએ બતાવવામાં આવ્યો હોય. આવો જ એક કિસ્સો બે દાયકા અગાઉ શહેરના વિસ્તરણ સમયે ભુજ વિસ્તાર વિકાસ મંડળ દ્વારા રીંગરોડ બનાવતી વખતે સર્વે નંબર 114/2 માં ફેરફાર કરી કથિત કૌભાંડ આચરવાનો સામે આવ્યો છે.

3000 ચો.વાર જમીન ખાનગી માલિકીની બતાવવામાં આવી
એરપોર્ટ રિંગ રોડ પર હોટલ રીજેન્ટાની સામે આવેલા રહેણાંક વિસ્તાર પાસે સરકારના ડીપી હેઠળ રીંગરોડ બનતા ખાનગી માલિકીની જમીન કપાતમાં ન જાય તે માટે જમીન રેકર્ડ કચેરીના સર્વેયર દ્વારા માપણી સીટ પર નકશાને પાછળની બાજુ સરકારી પડતર જમીન તરફ આંકવામાં આવ્યો છે. જેને પરિણામે આ જમીનની માત્ર 300 ચોરસ વાર જમીન સરકારને જમા બતાવી અને 3000 ચો.વાર જમીન ખાનગી માલિકીની બતાવવામાં આવી. જેની આજની બજાર કિંમત મુજબ પ્રતિ ચોરસ મીટરના રૂા.40,000 ના ભાવે કુલ ત્રણ હજાર ચોરસ વારના અંદાજે બાર કરોડ રૂપિયાનો ફાયદો જમીનના મૂળ માલિકને કરાવી આપવામાં આવ્યો છે તેવું જમીન વ્યવસાય સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.

તટસ્થ તપાસ થશે, જરૂર પડે તો પગલાં લેવાશે : CEO-ભાડા
સરકારી પડતર જમીન પચાવી પાડવા બાબતે ભાડાના મુખ્ય કારોબારી અધિકારી અતિરાગ ચાપલોતનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, જે તે સમયે બનેલી જોઇન્ટ માપણી સીટ જોવી પડે. ગામ નકશાની સીટ અને એલાઇનમેન્ટ સમયે જમીન સંપાદન સંસ્થા અને જમીન રેકર્ડ કચેરીનો નકશો એમ ત્રણ નકશા બને છે, જે તપાસવું પડશે. તટસ્થ તપાસ થશે અને કસૂરવાર હશે તો કડક પગલા પણ લેવાશે.

અન્ય સમાચારો પણ છે...