કામગીરી:માંડવી પોલીસે 400 બોરી ઘઉં-ચોખાના બે દિવસમાં પૂરાવા રજૂ કરવા નોટિસ પાઠવી

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોડાય ઘઉં તોડકાંડમાં પોલીસ સામે પગલા લેવાયા બાદ જથ્થો જપ્ત કરાયો હતો

માંડવી પોલીસે બે દિવસ પૂર્વે કોડાય ઘંઉતોડ કાંડમાં ઢીંઢ ગામના ગોડાઉને પડેલો ઘઉં-ચોખાનો જથ્થો કબજે કર્યો હતો. પાંચ પોલીસ અધિકારી-કર્મચારીઅો સામે પગલા લેવાયા બાદ ઘંઉના જથ્થા અંગે તપાસ હાથ ધરાઇ છે. માંડવી પોલીસે 400 બોરી ઘંઉ-ચોખા કબજે કરી ઢીંઢના શખ્સને નોટિસ પાઠવી બે દિવસમાં અાધાર-પૂરાવા રજૂ કરવા તાકીદ કરી છે. પૂરાવા રજૂ નહીં કરે તો અાઇપીસી અને અાવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ફોજદારી નોંધાશે તેમ માંડવી પીઅાઇઅે કહ્યું હતું. દોઢ માસ પૂર્વે માંડવીના કોડાય પાસે ઘંઉનો ટેમ્પો રોકાવ્યા બાદ 14 લાખમાં તોડ કરાયો હતો, જેમાં 10 લાખ લેવાયા હોવાનું સામે અાવ્યું હતું.

સમગ્ર પ્રકરણમાં પ્રાથમિક તબક્કે અેસ.પી.અે પીઅાઇ, ડી-સ્ટાફ જમાદાર અને ત્રણ પોલીસ કર્મચારીઅો સામે બદલી-સસ્પેન્ડના પગલા લેવાતા દુધનું દુધ અને પાણીનું પાણી થયું હતું. તોડકાંડમાં અાગળની તપાસ માંડવી પોલીસને અપાઇ હતી. અા અંગે માંડવી પીઅાઇ નાગજી રબારીઅે કહ્યું હતું કે, ઘંઉ-ચોખાના શંકાસ્પદ જથ્થા અંગે બે દિવસમાં અાધાર-પૂરાવા રજૂ કરવા જણાવાયું છે. 400માંથી 250 જેટલી બોરીઅો પુરવઠા ગોડાઉનમાંથી અાવ્યો હોવાનું અગાઉ નિવેદનમાં ઢીંઢના અાસીફ સુમરાઅે લખાવ્યું છે. અા 400 બોરીમાંથી અાધાર-પૂરાવા વગરની બોરીઅો અંગે અાવશ્યક ચીજવસ્તુ ધારા તેમજ અાઇપીસી અેક્ટ તળે જથ્થો મોકલનાર અને કબજેદાર સામે ફરિયાદ દાખલ કરાશે.

પુરવઠા વિભાગને અાગળની કાર્યવાહી માટે પત્ર લખી જાણ કરાશે : પીઅાઇ
પોલીસે કબજે કરેલા 400 બોરી જથ્થામાંથી 60 ટકા જેટલો જથ્થો પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી જે-તે સમયે નિકળી કોડાયની દુકાન પર જઇ રહ્યો હતો, જે જથ્થો ખેતરે લઇ જઇ તોડ કરાયો હતો. સરકારી અનાજના પૂરાવા રજૂ નહીં કરાય તો પુરવઠા વિભાગને પત્ર લખી અાગળની કાર્યવાહી માટે જાણ કરાશે તેમ માંડવી પીઅાઇ નાગજીભાઇઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...