• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Man From Anjar Made A Video Of Committing A Crime With A Youth, Tired Of Repeatedly Blackmailing Him, The Youth Tried To Commit Suicide.

બ્લેકમેઈલ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચર્યું:અંજારના શખ્સે યુવક સાથે કુકર્મ આચરી વીડિયો બનાવ્યો, વારંવાર બ્લેકમેઈલ કરતા કંટાળી યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

કચ્છ (ભુજ )22 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંજાર તાલુકાના એક યુવક સાથે વારંવાર સૃષ્ટિ શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયા બાદ , કુકર્મનો વીડિયો રેકોર્ડિંગ કરી બ્લેકમેલ કરવામાં આવતો હોવાની તેમજ વીડિયો કલીપ આરોપીએ ભોગ બનનારના ભાઈને મોબાઈલ ફોન પર સેર કરતા, નાસીપાસ થયેલા યુવકે બાથરૂમ ક્લીનર પી લઈ આત્મહત્યાની કોશિશ કરતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આત્મહત્યાના ગુન્હા સબબ તપાસ માટે ગયેલી પોલીસને ભોગ બનનાર યુવકનો દર્દનાક કિસ્સો જાણવા મળ્યો હતો. ફરીયાદી યુવકના નિવેદન પરથી કંડલા મરીન પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હેઠળ તપાસ હાથ ધરી છે.

કંડલા મરીન પોલીસ અને આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર અંજાર તાલુકાના રહેવાસી આરોપી સદામ હુંશેન મુસા ચબાએ ભોગગ્રસ્ત યુવકની ચામાં ઘેનની ગોળીઓ નાખી પીવડાવી દીધા બાદ બેશુદ્ધ હાલતમાં યુવકને બલેનો કારમાં કંડલાના જીરો પોઇન્ટ પાસેના પાર્કિંગમાં લઈ જઈ શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્યુ હતું. આ ઘટનાનું આરોપીએ મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ પણ કરી લીધું હતું.

આ ઘટના બાદ આરોપીએ વારંવાર ભોગગ્રસ્ત યુવકને વીડિયો વાઇરલ કરી દેવાની અને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક શોષણ ચાલુ રાખ્યું હતું.બાદમાં આરોપીએ કુકર્મનો વીડિયો ભોગગ્રસ્તના ભાઈના મોબાઈલમાં સેન્ડ કરી દેતા, ભોગગ્રસ્ત યુવકે નાસીપાસ થઈ હારપિક ગટગટાવી લીધું હતું. ઝેરી પ્રવાહી પી લેતા યુવકને સારવાર માટે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી યુવકના નિવેદન પરથી પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...