દલીલોના અંતે બંધ કરાયો:કોટડાનો જર્જરિત પુલ બંધ કરવા મામલતદાર સ્થળ પર ધસી ગયા

લાખોંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉગમણા અને આથમણા કોટડાને જોડતો જર્જરીત પુલ બંધ કરાવા માટે ભુજના ગ્રામ્ય મામલતદાર સ્થાનિકે દોડી ગયા હતા તે વેળાનું દૃશ્ય નજરે પડે છે. - Divya Bhaskar
ઉગમણા અને આથમણા કોટડાને જોડતો જર્જરીત પુલ બંધ કરાવા માટે ભુજના ગ્રામ્ય મામલતદાર સ્થાનિકે દોડી ગયા હતા તે વેળાનું દૃશ્ય નજરે પડે છે.
  • મોરબી ઇફેક્ટ }દ્વિચક્રી,ઓટોરિક્ષા,એસ.ટી બસ, ટ્રકો સહિત ભારેખમ વાહનો માટે પ્રવેશબંધી
  • ઉગમણા-અાથમણા કોટડાને જોડતો હતો, બાજુમાંથી ડાયવર્ઝન કાઢી માર્ગ પૂર્વવત

ભુજ તાલુકાના ઉગમણા અને આથમણા કોટડાને જોડતો જર્જરિત પુલ બંધ કરવા ખુદ ભુજ ગ્રામ્ય મામલતદાર પહોંચ્યા હતા અને સ્થાનિકોની દલીલો બાદ આ પુલ બંધ કરાયો હતો. આ અગાઉ માર્ગ અને મકાન વિભાગની ટીમ પહોંચી ત્યારે સ્થાનિકોએ વિરોધ દર્શાવી પુલ બંધ કરવા કે જાહેરનામું લગાવવા પણ આપ્યું ન હતી. ત્યારબાદ બુધવારે ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટ,માર્ગ અને મકાન વિભાગના દિપક પ્રજાપતિ સહિત પોલીસ કાફલો પહોંચ્યો હતો અને આ પુલ અંતે બંધ કરાયો હતો અને કલેકટરનું જાહેરનામું લગાવી દેવાયું હતું. આ પુલ પર કલેકટરે દ્વિચક્રી,ઓટોરિક્ષા,એસ.ટી બસ,ટ્રકો તથા ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે.આ માટે વૈકલ્પિક ડાયવર્ઝન અપાયું છે તો પોલીસને પણ જાહેરનામાને ચુસ્ત અમલી કરવા પોલીસને લેખિતમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...