ભૂકંપ:કચ્છના રાપરમાં 3.2 તિવ્રતાનો આંચકો અનુભવાયો, રાપરથી 14 કિમી દૂર કેન્દ્રબિંદુ

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • 17 દિવસ બાદ ફરી 3 થી વધુની તિવ્રતાનો આંચકો નોંધાયો

ભૂંકપ ઝોન 5માં આવતા કચ્છ જિલ્લામાં ધરા ધ્રુજવાની ઘટના સતત રિકટર સ્કેલ પર નોંધાતી રહે છે. તેમાં વધારો કરતો વધુ એક ધરતીકંપનો આંચકો આજે વાગડ ફોલ્ટ લાઈન પર નોંધાયો છે. આજે બુધવારે બપોરે 2.29 મિનિટે રાપરથી 14 કિલોમીટર દૂર પૂર્વ દિશાએ 3.2ની તિવ્રતા ધરાવતો આફટરશોક ગાંધીનગર સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાયો હતો. જિલ્લામાં ગત 20 ઓગસ્ટના ભચાઉ પાસે સવારે 10 કલાકને 5 મિનિટે 2.8ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જે કચ્છના પેટાળમાં સતત ઉર્જા પારીત થઈ રહ્યાનું દર્શાવે છે. ખાસ કરીને વર્ષ 2001ના ભૂંકપ બાદ સક્રિય બનેલી વાગડ ફોલ્ટ લાઈન પર સૌથી વધુ આંચકા આવી રહ્યા છે.

છેલ્લા વર્ષો દરમ્યાન આવેલા આફટરશોક ખાસ ભયજનક નહોતા
કચ્છ અને ભૂંકપ આમતો એકમેકના પર્યાય બની ચુક્યા છે. અને સંબધિત જાણકારોના મતે કચ્છની ધરતી ભૂંકપના કારણેજ અસ્તિવતમાં આવી છે. આ વિશે વધુ વાત કરવામાં આવે તો છેલ્લા 200 વર્ષ દરમિયાન જિલ્લામાં 9 મોટા ભૂંકપ આવી ચુક્યા છે. તેમાં વર્ષ 2001ના આવેલો ભૂંકપ તે પૈકીનો સૌથી બીજા ક્રમનો ભૂંકપ હતો. જેના બાદ લગાતાર આવતા આંચકા અને નોંધાયેલા આફટરશોકની જાણકારી હવે જાહેર થતી રહે છે. જોકે આ વર્ષો દરમ્યાન અપવાદ રૂપ આંચકાઓ સિવાયના આફટરશોક ખાસ ભયજનક હોતા નથી.

અન્ય સમાચારો પણ છે...