સ્પર્ધા યોજાઈ:માધાપરની મહિલા ટીમ જિલ્લા કક્ષાની અંડર-17 હોકી સ્પર્ધામાં બની ચેમ્પિયન

ભુજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજની બે સહિત ત્રણ હાઇસ્કુલની વિદ્યાર્થીનીએ ભાગ લીધો

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર હસ્તકની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ભુજ તેમજ એમ.એસ.વી. હાઈસ્કૂલ, માધાપરના સહયોગથી જિલ્લા કક્ષાની અંડર-17 બહેનો માટે નેહરુ હોકી જુનિયર ટુર્નામેન્ટ યોજાઇ હતી. દિનેશ ચૌધરી (હોકી કોચ)ના રાહબરી હેઠળ રમાડવામાં આવેલી સ્પર્ધામાં ભુજની ચાણક્ય સ્કૂલ અને સેંટ એંડરૂસ સ્કૂલ અને DLSS એમ.એસ.વી. હાઈસ્કૂલે ભાગ લીધો હતો.

જેમાં પ્રથમ મેચ ચાણક્ય સામે સેંટ એંડરૂસ સ્કૂલ પેનલ્ટી શુટ આઉટમાં 1-0થી વિજેતા થઈને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જેમાં તેની સામે DLSS એમ.એસ.વી. હાઈસ્કૂલ 5-0થી વિજેતા થઈ હતી. જિલ્લા રમત વિકાસ અધિકારી જ્યોતિબેન ઠાકુર, એમ.એસ.વી. હાઈસ્કૂલના આચાર્ય મહેશ ઝાલા, વ્યાયામ શિક્ષક ડો.ડી.એલ. ડાકી, રાજકુમાર ઝાલા, અશ્વિન ગોર અને ઊર્મિલકુમાર ધોળકિયાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...