રજૂઆત:કીડિયાનગરની મા. શાળામાં નથી પીવાનું પાણી અને મેદાન પણ નહીં

ભુજએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલને જોડતો પાકો માર્ગ બનાવવા અનેક રજૂઆત

રાપર તાલુકાના કિડીયાનગર ગામે આવેલી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પીવાના પાણી જેવી પાયાની સુવિધાથી વંચિત હોતાં વાલીઓમાં રોષ ફેલાયો છે. શાળાને જોડતો પાકો માર્ગ બનાવવા છેલ્લા પાંચેક વર્ષથી રજૂઆત કરાય છે પણ આજ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.

છાત્રોને રમવા માટે રમત ગમતનું મેદાન નથી. પીવા માટે શુદ્ધ પાણીની કોઈ વ્યવસ્થા નથી. પાણીનુ કનેક્શન આપવામાં આવ્યું છે પણ તેમા પાણી આવતુ ન હોવાથી ટેન્કર મગાવવું પડે છે તેવુ વાલીઓ જણાવી રહ્યા છે. શાળાને જોડતો પાકો રસ્તો નથી. આ બાબતે રાપર તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને વખતો વખત રજૂઆત કરાઇ હોવાનું સ્ટાફ જણાવી રહ્યો છે. પાણી જેવી પ્રાથમિક સગવડ મળે અને પાકો રસ્તો બને તે માટે યોગ્ય કરાય તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...