પશ્ચિમ કચ્છના લખપત તાલુકાના અકરી ગામે પાલતુ ગાયોમાં લમ્પી વાઇરસ નામનો જીવલેણ રોગ ફેલાયા બાદ નખત્રાણાના મોસુણા ગામે પણ આ ભયંકર બીમારી ગાયોમાં ફેલાઈ જતાં માલધારીઓમાં ચિંતા વ્યાપી છે. ત્યારે હવે ગંભીર પ્રકારની આ બીમારી હવે નખત્રાણામાં બિનવારસી હાલતમાં રખડતી ગાયોમાં પણ જોવા મળતા પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. જેને વધુ ફેલાતો અટકાવવા સંક્રમિત ગાયોને સંબંધિત તંત્ર દ્વારા ક્વોરન્ટાઇન કરવામાં આવે અને રસીકરણ કરવામાં આવે એવી માગ ઉઠી છે.
લમ્પી વાઇરસ નામની બીમારીમાં ગાયની ચામડી ઉપર ગાંઠો પડીને ઉપસી આવે છે અને બાદમાં તે ફૂટી જતાં તેમાં લોહી નીકળતું રહે છે. એક બાદ એક ગાંઠો ફૂટી જતા અંતે ગાયનું તડપી તડપીને મોત થાય છે. આ ગંભીર બીમારી પહેલા લખપતના અકરી ગામે સામે આવ્યા બાદ નખત્રાણાના મોસુણા ગામમાં પણ ફેલાઈ છે. જે હવે પાલતુ ગાયો સિવાય રખડતી ગાયોમાં પણ જોવા મળતાં માલધારી વર્ગમાં ચિંતા ફેલાઈ હોવાનું લખન દેસાઈએ જણાવ્યું હતું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.