ચૂંટણીની કામગીરીથી કચવાટ:હાશ! છૂટ્યા એવું વિચારતા નિવૃત્ત થનારા કર્મીઓ પણ ચૂંટણી ફરજ પર

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30મી પહેલા ચાર કર્મીઓની સેવા પૂર્ણ થાય છે છતાં ચૂંટણીની કામગીરીથી કચવાટ
  • જે લોકોની કારી ફાવી ગઇ એ લોકોએ અગાઉથી નામ કમી કરાવ્યા

14મી વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે કર્મચારીઅોને ફરજના અાદેશ અપાઇ ગયા છે તો વળી જે લોકોની કારી ફાવી ગઇ તેવા લોકોઅે તો અગાઉથી જ નામ કમી કરાવી દીધું છે, બીજી તરફ જે કર્મચારીઅો તા.30-11 પહેલા નિવૃત્ત થવાના છે તેવા શિક્ષકો સહિત 4થી વધુ કર્મચારીઅોને ચૂંટણી ફરજના અાદેશથી કચવાટ ફેલાયો છે.

કચ્છની 6 બેઠકો પર તા.1-12ના મતદાન થવાનું અને ચૂંટણી કામગીરી સુપેરે પાર પાડવા માટે તંત્ર દ્વારા 10,500 કર્મચારીઅોને ફરજના અાદેશ અપાઇ ગયા છે અને 5,500 કર્મીઅો રિઝર્વ રખાયા છે. બીઅેલઅો અને ચૂંટણીની કામગીરી મુદ્દે શિક્ષકોમાં અગાઉથી જ કચવાટ છે અને વખતો વખત અા કામગીરીમાંથી મુક્તિ અાપવા રજૂઅાતો કરાય છે ત્યારે નવાઇની વાત અે છે કે, બે શિક્ષકો તા.28-11-22ના નિવૃત્ત થઇ જશે.

તો વળી અન્ય અેક કચેરીના બે કર્મચારીઅો પણ તા.30-11 પહેલા નિવૃત્ત થવાના છે અને અા કચેરીઅે તો તેમના બે કર્મચારીઅો મતદાન પહેલા નિવૃત્ત થવાના છે તેવા પ્રકારનો કાગળ સંબંધિત તંત્રને લખી ધ્યાન દોર્યું હોવા છતાં પણ બે નિવૃત્ત થનારા કર્મીઅોમાંથી અેકને મુક્તિ અાપી અને અેકને ફરી ચૂંટણી ફરજનો અાદેશ અાવ્યો છે.

મતદાન પહેલા નિવૃત્ત થનારા શિક્ષકો અને અન્ય કર્મચારીઅો અેવું વિચારતા હતા કે, હાશ હવે છૂટ્યા પરંતુ તેમને પણ ચૂંટણી ફરજનો અાદેશ અાવતાં અેક તબક્કે અેવો પણ ગણગણાટ શરૂ થયો છે કે, જે લોકોની કારી ફાવી ગઇ તેઅો ગમે તે કારણોસર છટકી ગયા છે જયારે નિષ્ઠાવાન કર્મચારીઅો હેરાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...