કોંગ્રેસનો હલ્લાબોલ:ભુજ નગરપાલિકાની વિપક્ષ દ્વારા તાળાબંધી કરાઇ, સુધરાઇ પ્રમુખે કહ્યું કે, અમને કામ અને કોંગ્રેસને ચૂૂંટણી દેખાય છે એટલે દેખાવો કરી રહી છે

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીના ટેન્કરમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસનો હલ્લાબોલ: પાલિકામાં પોલીસ કાફલાને હરકતમાં આવવું પડ્યું

ભુજ નગરપાલિકાની રાવલવાડી ટાંકે વોટર ટેન્કર સપ્લાય બ્રાન્ચ છે, જેમાં રૂપિયા ભર્યા વિના પ્રમુખની સૂચનાથી ટેન્કર મારફતે પાણી વિતરણ થતો હોવાનો અાક્ષેપ કર્યા બાદ શહેર કોંગ્રેસે શનિવારે ઉઘડતી કચેરીઅે ભુજ નગરપાલિકાને તાળાબંધી કરી હતી, જેથી પોલીસ કાફલાને હરકતમાં અાવવું પડ્યું હતું.અેપ્રિલ માસના પ્રારંભે અેક બાજુ પૈસા ભરીને પાણીના ટેન્કરની પેન્ડિંગ વર્ધી પડી હતી અને બીજી બાજુ વોર્ડ નંબર 1થી 3માં નર્મદાના પાણી નળ વાટે અાવતા બંધ થતા વિપક્ષી નગરસેવકો મફત વોટર ટેન્કર માટે પહોંચી ગયા હતા.

પરંતુ, શાસક પક્ષે અે દિવસે વોટર ટેન્કર સેવા જ બંધ કરી દીધી હતી. જે બાદ કોંગ્રેસે નગરપાલિકામાં મહિલા મોરચો કાઢ્યો હતો. જેના જવાબમાં શાસક પક્ષે મફત વોટર ટેન્કર વિતરણ બંધ કરી પ્રત્યેક ટેન્કરે 200 રૂપિયા સેવા ચાર્જ રાખ્યો હતો. જોકે, અેકાદ મહિના બાદ હવે કોંગ્રેસે અાક્ષેપ કર્યો છે કે, શુક્રવારે પ્રમુખની સૂચનાથી વગદારોને વગર રૂપિયે 5 વોટર ટેન્કર અપાયા છે. જોકે, પ્રમુખે ખુલાસો કર્યો હતો કે, કોલ અાવતા તાત્કાલિક અસરથી વોટર ટેન્કર મોકલી દીધા હતા અને બાદમાં રૂપિયા ભરી દીધા હતા.

કોઈને ટેન્કરથી મફત પાણી અપાયું નથી. જેને જૂઠ્ઠ ગણાવીને કોંગ્રેસે શનિવારે ફરી નગરપાલિકા સૂત્રોચ્ચાર બાદ રાજીનામાની માંગણી સાથે કચેરીને તાળાબંધી કરી હતી, જેથી નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે નિવેદન અાપ્યું છે કે, ભાજપના નગરસેવકોને પ્રજા માટે વિકાસ કામ દેખાય છે અને કોંગ્રેસને ચૂંટણી દેખાય છે, જેથી દેખાવો કરી રહી છે.કાર્યક્રમમાં કિશોરદાન ગઢવી, કાસમ સમા, મહેબુબ પંખેરિયા, હમીર સમા, મંજુલા ગોર, અાઈશુબેન સમા, હાસમ સમા, અમીત ગોર, ગની કુંભાર, ધીરણ રૂપાણી, અંજલિ ગોર વગેરે જોડાયા હતા. જેમની પોલીસે અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...