ભેંસનું રેસ્ક્યુ:લખપતના બેખડા ગામે પાણીના ઊંડા ટાંકામાં પડેલી ભેંસને સ્થાનિક લોકોએ JCBથી બહાર કાઢી બચાવી

ભુજ9 દિવસ પહેલા
  • 2થી 3 કલાકની જહેમતથી ભેંસને રસ્સાથી બાંધી ટંકામાંથી બહાર કઢાઇ

પશ્ચિમ કચ્છના છેવાડે આવેલા સરહદી લખપત તાલુકાના બેખડા ગામ પાસે ખાલી પડેલા પાણીના ટંકામાં અકસ્માતે એક ભેંસ પડી ગઈ હતી. ભેંસના બચાવ માટે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને જેસીબી મશીન બોલાવી ટંકામાં પડેલી ભેંસને રસ્સાથી બાંધી બહાર ખેંચી બચાવી લેવામાં આવી હતી. જોકે, ભારેખમ ભેંસને બહાર લાવતા લોકોને 2થી 3 કલાક સુધી જહેમત લેવી પડી હતી. સદભાગ્યે ઘટનાની જાણ ગ્રામજનોને તુરત થઈ જતા ભેંસનો જીવ બચી ગયો હતો.

લખપત તાલુકાનાં બેખડા ગામે આજે મંગળવારે સવારે ખાલી પડેલા પાણીના ટંકામાં કોઈ માલધારીની ભેંસ ચરિયાન દરમ્યાન પડી ગઈ હતી. ઘટના ની જાણ સ્થાનિક લોકોને થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઊંડા ટંકામાં રહેલી ભેંસને ત્રન-ચાર લોકોએ નીચે ઉતરી રસ્સામાં બાંધી જેસીબી મશીન વડે બહાર ખેંચી લીધી હતી. આ બચાવ કાર્યથી ભેંસનો જીવ બચાવી લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...